મોદી સરકારે નવ ઉધોગોને બાદ કરતાં બાકીના તમામ ઉદ્યોગોને ઓક્સિજન સપ્લાય પર પ્રતિબંધ મૂક્યો છે. કોરોના ના દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે હેતુસર મોદી સરકાર ઔદ્યોગિક વપરાશ પર પ્રતિબંધ મૂક્યો છે. મોદી સરકારના ઉદ્યોગો પરનો પ્રતિબંધ 22 એપ્રિલથી લાગુ પડશે.
રાજ્યના મુખ્ય સચિવ ને પાઠવેલા પત્રમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું કે દેશમાં કોરોના ના વધી રહેલા કેસો તથા ઓક્સિજન ની અછત ને ધ્યાનમાં રાખતા.
અને એમાંય ખાસ કરીને મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, દિલ્હી અને ઉત્તર પ્રદેશની સ્થિતિ જોતા, કેન્દ્ર સરકારની પેનલ ઔદ્યોગિક ઓક્સિજન સપ્લાય ની સમીક્ષા કરી.
અને તેમાં ઔદ્યોગિક ઓક્સિજન સપ્લાય પર પ્રતિબંધ મૂકવાની જરૂરી લાગતાં 22 એપ્રિલ પછી ઔદ્યોગિક ઓકસીજનના સપ્લાય પર પ્રતિબંધ લાગુ પડી જશે.
આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યું કે કોરોના સામેની લડાઈમાં રાજ્યોને તમામ જરૂરી સહાય ઉપલબ્ધ કરાવાઈ રહી છે. તેમને ભારપૂર્વક જણાવ્યું કે.
કોરોના સામે એક થઈને લડાઈ લડવી હવે ભવિષ્યનો એકમાત્ર રસ્તો છે. તેમને કહ્યુ કે ઓક્સિજન પ્લાન્ટ, હોસ્પિટલ બેડ અને રસીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment