કેશુબાપા નું દુઃખદ અવસાન થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધો આ મોટો નિર્ણય, જાણો

378

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને જનસંઘના નેતા કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે દુખદ અવસાન થયું છે ત્યારે ગુજરાતમને એક મોટો ફટકો લાગ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ફેફસા અને શ્વાસની બીમારીથી પીડાતા હતા અને તેમને સ્ટર્લિંન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેઓ સાજા થતાં તેમને હોસ્પિટલ દ્વારા રજા આપી દેવામાં આવી હતી.મહત્વ ની વાત એ છે કે કેશુ બાપા ને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું.

આ ઘટનાને પગલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ દ્વારા આજ દિવસના તમામ કાર્યક્રમો મુલતવી રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી અને શ્રદ્ધાંજલિ પાઠવી છે.કેશુ બાપા ને ગુજરાતમાં જનસંઘથી લઈને ભાજપ સુધી વૃક્ષ ઊભું કરનારા અને.

રાજકીય ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વ કર્તા ગણાવ્યા હતા.કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું એટલે જ નહીં ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂતે જ સહિત અનેક સેવા કાર્યો થી ભાજપ અને લોકચાહના આપવી છે.

કેશુબાપા નું દુઃખદ અવસાન થતા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ભાજપાના અને મુખ્યમંત્રી રૂપાણી ના તમામ કાર્યક્રમો આજરોજ માટે મુલતવી રાખવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!