મિત્રો ગુજરાત રાજ્યમાં ઘણા એવા લોકો છે જે હંમેશા સેવાકીય કાર્યમાં આગળ જ રહેતા હોય છે. મિત્રો એક માં-બાપ પોતાના બાળકો માટે પોતાનું આખું જીવન ઘસી નાખે છે. પોતાના બધા શોખ પડતા મૂકીને બાળકોના શોખ પૂરા કરે છે. પરંતુ જ્યારે બાળકોને માતા-પિતાની સેવા કરવાનો વારો આવે ત્યારે ઘણા એવા બાળકો છે.
જે માતા-પિતાને છોડી દેતા હોય છે. આવી ઉંમરે માતા-પિતાને રખડવાનો વારો આવતો હોય છે. પરંતુ સમાજમાં ઘણા એવા લોકો છે જેઓ આવા લોકોની મદદ માટે હંમેશા આગળ રહે છે. ત્યારે આજે આપણે સુરતના એક એવા પતિ પત્ની વિશે વાત કરવાના છીએ કે જેમનું સેવાકીય કામ જાણીને તમે પણ તેમને સલામ કરશો.
મિત્રો તમને જણાવી દઈએ કે આ દંપતી આજે તરછોડાયેલા અને નિરાધાર બનેલા માતા-પિતાને પોતાના ઘરમાં આશરો આપીને સેવાકીય કાર્ય કરી રહ્યા છે. તેઓ માતા પિતાને પોતાનો આશરો આપીને તેમના બાળકોની ફરજ નિભાવે છે. આ સેવાકીય કાર્ય કરનાર વ્યક્તિનું નામ ગુણવંતભાઈ છે અને તેમના પત્ની નું નામ લતાબેન છે.
મિત્રો તમને જણાવી દઈએ કે ગુણવંતભાઈ અને લતાબેન નિરાધાર બનેલા માતા-પિતાની પરિસ્થિતિ જોઈને તેઓ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. ત્યારબાદ તેમને નક્કી કર્યું કે તેઓ આવા માતા-પિતાને સહારો આપશે અને તેમના દીકરા બનીને તેમની સેવા કરશે. આજથી ત્રણ વર્ષ પહેલા ગુણવંતભાઈ અને લતા બેને મળીને આશ્રમની શરૂઆત કરી હતી.
આજે અહીં 30 જેટલા નિરાધાર માતા પિતા અને મંદબુદ્ધિના લોકો રહે છે. જેમનું કોઈ પરિવાર નથી અથવા તો તેમને ઘરેથી કાઢી મૂકવામાં આવ્યા છે. આવા લોકોને પોતાનો આશરો આપીને ગુણવંતભાઈ અને લતાબેન સેવાકીય કાર્ય કરીને સમાજમાં માનવતાની મહેક ફેલાવી રહ્યા છે.જ્યારે માતા પિતાની ઉંમર થઈ જાય ત્યારે તેમને પોતાના બાળકોની સૌથી વધારે જરૂર હોય છે.
પરંતુ કેટલાક એવા લોકો હોય છે તે આવા સમયમાં પોતાના માતા-પિતાને ઘરની બહાર કાઢી મૂકતા હોય છે. તેવા માતા પિતા અને પોતાના ઘરમાં સહારો આપીને આ દંપતી આજે સેવાનું કાર્ય કરી રહ્યું છે. આ સેવા બદલ આ દમબંધી તેમની પાસેથી એક પણ રૂપિયો લેતું નથી. પોતાના ખર્ચે અને અન્ય લોકોના સાહસથી તે લોકો આશ્રમ ચલાવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment