આ હિરોઈનને મોઢાની સર્જરી કરાવી મોંઘી પડી ગઈ…! સર્જરી બાદ મોડું થઈ ગયું એવું કે… જાણો સમગ્ર ઘટના

આજે ઘણા એવા લોકો પણ છે કે જેઓ પોતાના ચહેરાને સુંદર કરવા માટે સર્જરીઓ કરાવતા હોય છે, ત્યારે ઘણીવાર આવી સર્જરી નિષ્ફળ જતી હોય છે. એવામાં જ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં કન્નડ એક્ટ્રેસ સ્વાતિ સતીશ કેનલ સર્જરી કરાવી હતી. જેમાં તેમનો ચહેરો પહેલા કરતા બગડી ગયો છે. આજે આ કન્નડ એક્ટ્રેસ સ્વાતિ સતીશ કે જેનો ગ્લેમર વર્લ્ડ માટે તેમનો ચહેરો ખૂબ જ મહત્વ ધરાવતો હોય છે.

એવામાં તેમને સર્જરી કરાવી ત્યારબાદ તેમનો ચહેરો બગડી ગયો હોવાથી તેમને તેમની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ કરી છે. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તેમના ચહેરા પર સોજો આવી ગયો છે અને હોઠ થી લઇ ગાલ સોજી ગયા છે. વિસ્તૃતમાં જણાવીશ તો સ્વાતિએ બેંગલુરુમાં રૂટ કેનાલ માં સર્જરી કરાવી હતી. ત્યારબાદ જ તેમનો ચહેરો બગડી ગયો છે.

તેથી સ્વાતિ કહે છે કે ડોક્ટર્સ ને પણ આ અંગે વાત કરવામાં આવી તો ડોક્ટર્સ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું કે બે-ત્રણ દિવસમાં સારો પણ થઈ જશે અને સાથે સાથે આ ગાલ પર રહેલા સોજો પણ ઉતરી જશે. પરંતુ એવું બન્યું નહીં અને સર્જરી કરાવ્યાના ત્રણ અઠવાડિયા થઈ ગયા પરંતુ હજી સુધી હાલતમાં કોઇ ફેરફાર થયો નથી.

સ્વાતિની આવી હાલત થવાને જવાબદાર સ્વાતિએ ડોક્ટર્સને ઠેરવ્યા છે અને તેમનું કહેવું છે કે સારવાર દરમિયાન તેમને એનેસ્થેસિયાને બદલે સેલિસિલિક એસિડ આપવામાં આવ્યું હતું.જેના લીધે આવું બન્યું હોય. તેમની આ દુખાવા તથા સોજાની સારવાર માટે બેંગલુરુની અનેક હોસ્પિટલમાં બતાવ્યા છતાંય તેમનો કોઈ નિકાલ મળ્યો નથી તેથી છેવટે તેમણે ડોક્ટર્સ ને જવાબદાર ઠેરવ્યા છે.

આ સ્વાતિ સતીશ FIR અને ‘6 to 6’જેવી ફિલ્મને કારણે જાણીતી બની છે.એટલું જ નહીં પરંતુ તે હાલ પણ એ ટીવી સીરિયલ્સમાં પણ કામ કરી રહી છે.તેથી તેમણે પોતાની સુંદરતામાં વધારો કરવા માટે સર્જરી કરાવી હતી જેમાં તેમના ચહેરાની હાલત પહેલા કરતાં વધારે બગડી ગઈ છે.

એટલું જ નહિ પરંતુ એક વાત કરીશું તો 21 વર્ષીય કન્નડ ટીવી એક્ટ્રેસ ચેતના રાજ કે જેમનુ પ્લાસ્ટિક સર્જરી બાદ જ મૃત્યુ થયું હતું તેમને પણ 16મીના રોજ સવારે હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. તે દિવસે છેવટે તેમનું મૃત્યુ થઈ ગયું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*