આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશના વીર જવાનો આપણા દેશની સેવા માટે તેઓ ચોવીસે કલાક અડગ રહેતા હોય છે.તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં દેશની સેવા કરવા માટે તત્પર રહેતા હોય છે. કેટલીક વખત આવી જવાનો દેશની સેવા કરતા કરતા દુશ્મનની સામે લડતા લડતા શહિદ થઈ જતા હોય છે.
તેનું દુઃખ આખા દેશને થતું હોય છે. થોડાક સમય પહેલા મા ભોમની રક્ષા કરતા કરતા આપણા દેશના વધુ એક વીર જવાન શહીદ થયા હતા.આ વીર જવાન નું નામ મહેન્દ્રસિંહ મફૂસિંહ છે અને તેઓ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના મોટા ગામના વતની છે.
આ જવાન નવ મહિના પહેલા દેશની સેવા કરતા કરતા શહીદ થઈ ગયા હતા.આ વીર જવાન ના પરિવારમાં તેનાં માતા-પિતા પત્ની અને બે બાળકો તથા તેમની ત્રણ બહેનો છે. તેમનો પરિવાર ખેત મજુરી કરીને તેમનું ગુજરાન ચલાવે છે
અને આ વીર જવાન ને આર્મીમાં જોડાવા ની ઘણી ઈચ્છા હતી.તેથી તેમને તૈયારી કરીને વર્ષ 2012 માં સેનામાં જોડાયા હતા, આ વીર જવાને તેમની સાચી ફરજ નિભાવી છે અને તેની સાથે-સાથે તેઓ બીમાર પડવા થી ટૂંકી બીમારી પછી શહીદ થયા હતા.
આ જવાન ને એક સાત વર્ષનો અને બીજો છ મહિનાનો દીકરો હતો. જેનું મોઢું પણ આ વીર જવાને જોયું ન હતું તેની પહેલાં દેશની સેવા કરતા-કરતા વીર જવાન શહીદ થઈ ગયો.
આ જવાન જ્યારે શહીદ થયા અને તેમની શહીદી ના સમાચાર તેમના પરિવારને થયા તો બધા જ લોકો ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યા હતા.આ વીર જવાનનો પાર્થિવ દેહ તેમના વતનમાં લાવવામાં આવ્યો હતો.એ વખતે હજારોની સંખ્યામાં ગામલોકો અંતિમ વિદાય આપવા આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment