આજે આપણે સુરત શહેરમાં એક યુવક દ્વારા શરૂ કરવામાં આવેલી એક અનોખી પહેલ વિશે વાત કરવાના છીએ. આ યુવકે કંઈક એવું કર્યું કે સાંભળીને તમે પણ તેના વખાણ કરતા નહીં થાકો. આપણે સૌ જાણીએ જ છીએ કે સુરત શહેર થાણી પીણી માટે ખૂબ જ પ્રખ્યાત છે.
ત્યારે સુરત શહેરના મેહુલ સંઘાણી નામના એક યુવકે ખાણીપીણીની સાથે ધાર્મિક જાગૃતતા ફેલાવવાની એક અનોખી પહેલ શરૂ કરી છે. જેમાં કોઈ પણ વ્યક્તિ 50 રૂપિયાના નાસ્તાનો ઓર્ડર આપે અને કાઉન્ટર પર ઓર્ડર આપતી વખતે “રાધે-રાધે” બોલશે તો તેને 20 રૂપિયાનો નાસ્તો ફ્રીમાં આપવામાં આવશે.
ધાર્મિક જાગૃતતા ફેલાવવા માટે મહેશભાઈ સંઘાણીએ ફૂડ સ્ટોલ પર આ અનોખી ઓફર શરૂ કરી છે. કોઈપણ વ્યક્તિ કાઉન્ટર ઉપર આવીને રાધે રાધે બોલીને ઓર્ડર આપશે તો તેને એકદમ ફ્રી માં એક્સ્ટ્રા નાસ્તો આપવામાં આવશે.
હાલમાં સોશિયલ મીડિયા પર મહેશભાઈ સંઘાણીએ કાઢેલી આ અનોખી ઓફરની ચર્ચાઓ ચાલી રહી છે અને લોકો આ ઓફર સાંભળીને ખૂબ જ ખુશ પણ છે.
મહેશભાઈ સંઘાણીએ જણાવ્યું કે, શ્રી રાધે રાધે બોલવાથી ખૂબ જ પોઝિટિવિટી ફેલાય છે. તેથી તેમને આ ઓફર શરૂ કરી છે અને આ ઓફર તેઓ આજીવન ચાલુ રાખવાના છે. મેહુલભાઈ સંઘાણી નો સ્ટોર સુરતના વરાછા વિસ્તારમાં આવેલો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment