ચાંદ પર વિશ્વના સૌથી નાની ઉંમરમાં 2 વિધા ના માલિક બન્યા આ ગુજરાતી,જાણો કોણ છે…

અનેક સેલિબ્રિટી સહિત ઘણાં લોકોએ ચંદ્ર પર જમીન ખરીદવા લાગ્યા છે. ત્યારે હવે સુરતના બ્રિજેશભાઈ વેકરીયાએ 1 એકર જમીન ચંદ્ર પર લીધી છે,જે જમીન જુડવા ભાણી ઓ માટે લીધી છે.સુરત માં ચાલતા  સંવેદના ટ્રસ્ટ ના ટ્રસ્ટી બ્રિજેશભાઈ વેકરીયા એ 1 એકર જમીન ચંદ્ર પર લીધી છે,જે જમીન જુડવા ભાણી ઓ માટે લીધી છે.તેવો એક મહિના ની ઉંમર ધરાવે છે

થોડાક સમય પહેલા જમીનની ખરીદીને મંજૂરી મળી ગઇ છે. ત્યારે સૌથી નાની ઉંમરે જમીન ખરીદી કરવાનો પણ રેકોર્ડ બન્યો છે. નીતિ અને નિયતિ નામની બલ્કિ જમીન માલિક બન્યા છે. ઇન્ટરનેશનલ લેન્ડ રજિસ્ટ્રમાં કાર્યવાહી હાથ ધરાશે.

જમીન ખરીદનાર બ્રિજેશભાઈ વેકરીયા કહ્યું હતું કે, સમાચાર માધ્યમ દ્વારા એવું જાણવા મળ્યું હતું કે, અમેરિકાની લુનાર લેન્ડર્સ નામની કંપની દ્વારા ચંદ્ર પર જમીન ખરીદી શકાય છે. આથી ગુગલ સર્ચ કરતા એ કંપની અંગ માહિતી મળી હતી અને મેઇલ દ્વારા ત્રણેક મહિના માહિતીની આપ-લે કરવામાં આવી હતી. ત્યારબાદ વિશ્વાસ આવતા જમીન ખરીદી છે. તેમણે જે જગ્યા પર જમીન ખરીદી હતી તેનું નામ લુનાર સોસાયટી એરિયાની જમીન છે.

અનેક એવી વેબસાઇટ છે, જે ચંદ્ર પર જમીન વેચવાનો દાવો કરી રહી છે. જો કે ખરેખર ચંદ્રની માલિકી કોની પાસે છે? ભારતે ‘ધ આઉટર સ્પેસ ટ્રીટી’ના નામે એક આંતરરાષ્ટ્રીય સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે, જે કોઈ પણ વ્યક્તિને અંતરિક્ષના કોઈ પણ ભાગમાં પોતાનો દાવો કરતા અટકાવે છે. ભારત સિવાય આ સમજૂતિ પર વિશ્વના 100 દેશોના હસ્તક્ષર છે. આ સમજૂતિ પ્રમાણે, આઉટર સ્પેશનો ઉપયોગ ગમે તે દેશ પોતાના વૈજ્ઞાનિક વિકાસ માટે કરી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*