આપણે સૌ જાણીએ જ છીએ કે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં પ્રભુ શ્રી રામ બિરાજમાન થઈ ગયા છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ જ્યારે સામાન્ય જનતા માટે મંદિર ખુલ્લુ મુકવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં ભક્તો પ્રભુ શ્રી રામના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા.
હાલમાં તો દેશના અલગ અલગ ખૂણેથી લોકો પ્રભુ શ્રી રામના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચી રહ્યા છે અને પોતાની ભગવાન શ્રી રામ પ્રત્યેની ભક્તિ રજૂ કરી રહ્યા છે. ત્યારે વડોદરામાં રહેતી એક યુવતીએ સ્કાય ડ્રાઇવિંગ કરીને પોતાની રામ ભક્તિ બતાવી છે.
વાત કરીએ તો શ્વેતા પરમાર યુવા સ્કાય ડ્રાઇવર છે. શ્વેતાએ 13000 ફૂટની ઊંચાઈ પરથી થાઈલેન્ડના આકાશમાંથી જમ્પ લગાવ્યો હતો. જ્યારે શ્વેતાએ જમ્પ લગાવ્યો ત્યારે તે પોતાની સાથે જય શ્રી રામ લખેલી ધ્વજા લઈને કૂદી હતી.
શ્વેતાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો આ દીકરીના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે 27 વર્ષની છેતાય 297 વખત આકાશમાંથી કૂદકા મારીયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment