મિત્રો આજના આધુનિક યુગમાં તમે ઘણા એવા ખેડૂતો જોયા હશે, જેઓ ખેતરમાં અલગ અલગ પાકની ખેતી કરીને તેમાંથી લાખો રૂપિયાની આવક કરતા હોય છે. ત્યારે આજે આપણે મહેસાણા જિલ્લામાં આવેલા કડી તાલુકાના માથાસુર ગામના એક ખેડૂતની વાત કરવાના છીએ.
ખેડૂત પોતાની 350 વીઘાથી વધુ જમીનમાં એક અનોખા પાકની ખેતી કરે છે. જેમાંથી ખેડૂતને લાખો રૂપિયાની આવક મળે છે. તો ચાલો જાણીએ ખેડૂત તેની ખેતી કરે છે અને તેમને એક વીઘા જમીનમાંથી કેટલી આવક મળે છે.
માથાસુર ગામમાં 63 વર્ષના ભરતભાઈ પરસોતમભાઈ પટેલ વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા છે. મિત્રો ભરતભાઈ છેલ્લા સાત વર્ષથી પોતાની જમીનમાં માત્રાને માત્ર શક્કરિયાની ખેતી કરે છે. તેઓ શક્કરિયાની પ્રાકૃતિક ઢબે જીવામૃત, ધન જીવામૃત અને ગાય આધારિત ખેતી કરે છે.
ભરતભાઈ પ્રાકૃતિક ખેતી કરે છે જેના કારણે શક્કરિયાનું ઉત્પાદન ખૂબ જ વધારે થાય છે. ભરતભાઈ 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. ભરતભાઈ જણાવ્યું કે તેઓ શ્રાવણ માસમાં ખેતરમાં શક્કરિયાનું વાવેતર કરે છે. વાવેતરના ચાર મહિના બાદ શકરીયાનું ઉત્પાદન લેવાનું શરૂ થાય છે.
ભરતભાઈના કહેવા મુજબ શકરીયાની ખેતીમાં હાલમાં એક વીઘા માંથી 200 થી 250 મણ શક્કરિયાનું ઉત્પાદન થાય છે. ભરતભાઈના કહેવા મુજબ એક મણ સાકરીયાનો ભાવ માર્કેટમાં 300 થી 320 સુધી મળી શકે છે. ભરતભાઈ જણાવ્યું કે, એક વીઘામાં શકરીયાની ખેતીનો માત્ર 18000 રૂપિયા ખર્ચો છે. જેની સામે તેમને 90000 થી લઈને 100000 રૂપિયા સુધીનો નફો મળી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment