બાંકા જિલ્લાના અમરપુરના ભીખનપુર ગામના રહેવાસી ખેડૂત પ્રિય વ્રત કુમાર શર્માએ પોતાની જમીનમાં ખેતી કરી અને તેમાંથી તેઓએ વર્ષે 15 લાખ રૂપિયા જેટલો નફો કરી રહ્યા છે. મિત્રો આ ખેડૂત ભાઈ જણાવે છે કે ભણતર પૂરું થયા બાદ ખેતીકામમાં તેઓ લાગી ગયા અને મોટાભાગે લોકો ભણતર પૂરું કર્યા બાદ નોકરીની તૈયારી કરતા હોય છે
પરંતુ તેઓએ તો સાવ અલગ જ રસ્તો પસંદ કર્યો અને ખેતી કરવાનું મન બનાવી લીધું.આ ખેડૂત ભાઈ ખેતી તો લાંબા સમયથી કરતા જતા પરંતુ પૂર્વજો થી ચાલી આવતી પરંપરાગત ખેતી કરતા હતા અને પરંપરાગત ખેતીમાં ખર્ચો વધારે થાય છે અને મહેનતના હિસાબે નફો ખૂબ જ ઓછો મળે છે ત્યારે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર બાંકા માં ઇન્ટીગ્રેટેડ ફાર્મિંગ વિશે વાત જાણી
અને તેના માટે કૃષિ વૈજ્ઞાનિકો પાસે તેઓ સરસ મજાની ટ્રેનિંગ લીધી અને ત્યારબાદ તેઓએ પોતાની 26 એકર જમીનમાં નવેસરથી ખેતી શરૂ કરી અને તેઓએ ખેતરમાં તળાવ ખોદાવ્યું અને માછલી પાલનની શરૂઆત પણ કરી અને આ ઉપરાંત 10,000 આંબાના છોડ લગાવ્યા અને થોડી જમીન ખરીફ પાક અને રવિ પાક માટે રાખી મૂકી.
શરૂઆતમાં તેઓને ખૂબ ઓછી આ વખતે પરંતુ પાંચ વર્ષ બાદ આ જ ખેતીમાંથી તેઓને અધક આવક થવા લાગી.તેઓ જણાવે છે કે તેઓએ 26 એકરમાંથી 16 એકર જમીનમાં કેરીના છોડ લગાવ્યા
જેમાં આમ્રપાલી ભરત ભોગ ઉપરાંત ઘણા બધા આંબાઓ છે ને તેઓએ જણાવ્યું કે 2020 માં હું ઉત્તર પ્રદેશ ગયો હતો અને ત્યાંથી 45 રૂપિયા પ્રતિ પીસના હિસાબથી આંબાના છોડ લાવ્યો હતો અને હાલમાં આંબાના છોડ ની કિંમત સો રૂપિયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment