મિત્રો હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે અને સોશિયલ મીડિયા પર લગ્નના ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. આજના આધુનિક યુગમાં લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે લગ્નમાં કંઈકને કંઈક નવું કરતા હોય છે અને હાલમાં તો અનોખી કંકોત્રી બનાવવાનો એક અનોખો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
ક્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક કંકોત્રી વિશે ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે. આ કંકોત્રી હરિયાણાના એક લગ્નની છે. કંકોત્રીમાં ખેડૂત આંદોલનને પણ સમર્થન આપવામાં આવ્યું છે. તો ચાલો વિગતવાર જાણીએ આ કંકોત્રીના લખાણ વિશે.
મિત્રો આ કંકોત્રીમાં બે અનોખા સૂત્ર લખાવામાં આવ્યા છે. જેમાં લખાવ્યું છે તે,”जय हिंद, जय किसान, जय इंसान, जय विज्ञान, खेती हमारे मंदिर है… अन्य हमारा मंदिर है…” આ ઉપરાંત કિસાન આંદોલનને પણ સમર્થન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત શહીદ ભગતસિંહે કીધેલી એક વાત પણ લખવામાં આવી હતી. લખ્યું હતું કે, “दुनिया का सबसे बड़ा अंधविश्वास ईश्वर में विश्वास करना है” આ ઉપરાંત કંકોત્રીની વચોવચ લખવામાં આવ્યું હતું કે, पाखंड व प्रदूषण मुक्त शादी बिना पाखंड, बिना पंडित, बिना पुजारी, ना हवन यज्ञ का प्रदूषण शुद्ध सारी ऐसी अनोखी शादी को, मंगल कामना हमारी”
ટૂંકમાં આ લોકો કહેવા માંગે છે કે આ લગ્ન એકદમ પ્રદૂષણ મુક્ત હશે. હાલમાં આ લગ્નની કંકોત્રીની ચારેય બાજુ ચર્ચાઓ ચાલી રહી છે. કંકોત્રી વાંચીને લોકો કંકોત્રી છપાવનાર પરિવારના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment