સુરતના આ પરિવાર લગ્નની કંકોત્રીની અંદર એવા વ્યક્તિઓના ફોટા છપાવ્યા કે…પરિવારની આખા ગુજરાતમાં થઈ રહી છે વાહ વાહ…

હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે અને લગ્નની અનોખી કંકોત્રી બનાવવાનો હાલમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ઘણા લોકો લગ્નની કંકોત્રી પશુઓ માટે કામ આવે તેવી બનાવતા હોય છે અથવા તો ઘણા લોકો સમાજલક્ષી ખૂબ જ સારા સારા મેસેજ કંકોત્રીમાં છપાવરાવતા હોય છે. ત્યારે સુરતના એક પરિવારે લગ્નની કંકોત્રીની કંઈક એવું લખાણ અને એવા ફોટા છપાવરાવ્યા છે કે જોઈને તમે પણ આ પરિવારને દિલથી સલામ કરશો.

24 નવેમ્બરના રોજ લગ્ન મુહૂર્ત શરૂ થયા બાદ સમગ્ર ગુજરાતમાં ચારે બાજુ લગ્નની શહેનાઈઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. ત્યારે સુરતના એક લગ્ન આયોજનમાં કંકોત્રી પર અનોખો રાષ્ટ્રપ્રેમ જોવા મળ્યો છે. આ પરિવાર કંકોત્રીમાં ભગવાનના નહીં પરંતુ સ્વતંત્ર સેનાના ફોટા અને નામ છપાવ્યા છે. આટલો જ નહીં પરંતુ કંકોત્રીની અંદર આઝાદીના ઘડવૈયાના ફોટાઓ અને દેશદાઝની એક ઝલક પણ જોવા મળે છે.

સુરતમાં વર્ષોથી કલામ લાઇબ્રેરી ચલાવતા ગુજરાત કલામ સેન્ટર અંડર સેક્રેટરી કરણ ચાવડાએ પોતાના લગ્ન નિમિત્તે આઝાદીના ઘડવૈયાઓના બલિદાનને યાદ કરવાનો અનોખો પ્રયાસ કર્યો છે. તેમના લગ્ન આઠ ડિસેમ્બરના રોજ છે. લગ્નની કંકોત્રી ના પ્રથમ પેજ પર ભગવાનના ફોટા નહીં પરંતુ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, શહીદ ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝના ફોટા છાપીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

હાલમાં કરણ ચાવડાની લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે અને ચારે બાજુ તેમના વખાણ થઈ રહ્યા છે. તમને બધાને ખબર હશે કે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા આઝાદીના 75 વર્ષ પૂરા થયા હોય આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. કરણ ચાવડાએ પોતાની કંકોત્રીના કવર પર આઝાદી કા અમૃત મહોત્સવની એક ઝળક દેખાડી છે.

આવી અનોખી કંકોત્રી છપાવવા પાછળનું કારણ જ્યારે કરણ ચાવડાને પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવ્યું હતું કે, ભગવાનને તો આપણે હંમેશા ઉજતા રહીએ છીએ પરંતુ હાલમાં આપણા દેશની આઝાદી મળી તેના 75 વર્ષ પૂર્ણ થયા છે. સમગ્ર દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.

આપણા દેશને અંગ્રેજોની ગુલામી માંથી મુક્ત કરવા પાછળ સૌથી મોટો શ્રેય સ્વતંત્ર સેનાના લડવૈયાનો છે. તેમને આપેલા બલિદાનને યાદ કરવાનો તેમને આ અનોખો પ્રયાસ કર્યો છે. કરણ ચાવડા અને તેમની પત્નીએ લગ્નનું પ્રીવેડિંગ શૂટિંગ ન કરાવ્યું. પરંતુ પ્રી-વેડિંગ શૂટિંગના જે પણ પૈસા થાય તે પૈસા તેમને ધરમપુર અને ડાંગના આદિવાસી બાળકોને ભોજન કરાવવામાં વાપર્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*