દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ બનતા હોય છે. ત્યારે આજથી ઘણા સમય પહેલા બનેલા એક ચોકાવનારા કિસ્સા વિશે આજે આપણે વાત કરવાના છીએ. કહેવાય છે કે દંપતીઓની જોડી સ્વર્ગમાં નક્કી થાય છે અને એવું પણ કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી, પ્રેમ તો ગમે તે ઉંમરમાં થઈ શકે છે. ત્યારે આજે અમે તમને 82 વર્ષના વૃદ્ધ વ્યક્તિ અને 36 વર્ષની મહિલાના લગ્નની વાત કરવાના છીએ.
આ ઘટનામાં 82 વર્ષના રીટાયર્ડ એન્જિનિયર પોતાનીથી 42 વર્ષ નાની મહિલા સાથે લગ્ન કર્યા છે. જાતિ ઉંમરમાં એકબીજાનો સહારો બનવા માટે બંને એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. વૃદ્ધ વ્યક્તિએ 82 વર્ષની ઉંમરે લગ્ન કરવાનું એવું કારણ આપ્યું કે સાંભળીને તમે પણ ચોકી ઉઠશો.
આ ચોંકાવનારો કિસ્સો ઉજ્જૈનમાં બન્યો હતો. અહીં 82 વર્ષના નિવૃત્ત PWD અધિકારીએ પોતાનાથી 46 વર્ષ નાની વિધવા મહિલા સાથે લગ્ન કર્યા હતા. વૃદ્ધ વ્યક્તિનું નામ એસપી જોશી છે અને તેઓ ફેબ્રુઆરી 1999માં નિવૃત્ત થઈ ગયા હતા. નિવૃત્ત થયા બાદ પત્ની અને બાળકોના અભાવના કારણે તેઓ એકલા રહેતા હતા.
ત્યારે શાસ્ત્રીનગરમાં 36 વર્ષની વિભા રહેતી હતી. વિભાના પતિના મૃત્યુ બાદ તે પોતાના 6 વર્ષના બાળક સાથે એકલી રહે છે. વિભા અને 82 વર્ષના વૃદ્ધ વ્યક્તિની એક મેળામાં મુલાકાત થઈ હતી. ત્યાં બંનેની મુલાકાત થયા બાદ બંને એકબીજાનો સહારો બનવાનું નક્કી કર્યું હતું.
ત્યાર પછી બંને લગ્ન કરવા માટે બીજા દિવસે કોઠીમાં વહીવટી કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં બંને એમડીએમ સંતોષ ટાગોર સામે કોર્ટ મેરેજ કર્યા હતા. બંનેના આ લગ્ન જોવા માટે ઓફિસમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જેના કારણે વૃદ્ધ વ્યક્તિ અને તેની પત્ની વિભા જોશી ખૂબ જ ગુસ્સામાં ભરાઈ ગયા હતા.
એસપી જોશી એ જણાવ્યું કે આ દુનિયામાં તેમનું કોઈ નથી. તેમને દર મહિને 28 હજાર રૂપિયા પેન્શન મળે છે. વિભા પણ વિધવા હોવાના કારણે નિરાધાર છે. એસપી જોશી એ જણાવ્યું કે, લગ્નથી ખુશી મળે તે માટે નહીં પરંતુ તેમને વિભાની હાલત જોઈને તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment