સુરતના આ હીરાના વેપારી કરોડો રૂપિયાની સંપત્તિ છોડીને પોતાની પત્ની સાથે જૈન દીક્ષા લેશે…! મોંઘી જેગુઆર કાર લઈને દીક્ષાનું મુહૂર્ત લેવા નીકળ્યા…

આજે આપણે ઘણા સમય પહેલા બનેલા એક કિસ્સા વિશે વાત કરવાના છીએ. આપણે સૌ કોઈ લોકો જાણીએ જ છીએ કે, ગુજરાત રાજ્યના સુરત શહેરમાં અનેક ધનવાન લોકો રહે છે. ત્યારે સુરતના એક એવા વ્યક્તિની વાત કરવાના છીએ જે પોતાની બધી મોહમાયા છોડીને સંયમના માર્ગે જવાના છે.

વાત કરીએ તો આ વ્યક્તિ સુરતના એક હીરાના વેપારી છે. તેઓ પોતાની પત્ની સાથે જૈન દીક્ષા લેશે. મિત્રો આ દંપતીના એક દીકરા અને એક દીકરીએ અગાઉ દીક્ષા લઈ ચૂક્યા છે અને હવે આ દંપતી પણ દીક્ષા લેશે.

વાત કરીએ તો, આ દંપતી જેગવાર કારમાં દીક્ષાનું મુહૂર્ત લેવા માટે નીકળ્યા હતા. આ હીરાના વેપારીનું નામ દીપેશભાઈ શાહ છે. દિપેશભાઈ શાહ પોતાની ધર્મ પત્ની સાથે જૈન સંઘમાં દીક્ષાનું મુહૂર્ત લેવા માટે પહોંચ્યા હતા.

જેગુઆર કાર લઈને તેઓ મહારાજ સાહેબ પાસે પહોંચ્યા હતા અને અહીં તેમને મુહૂર્ત માંગ્યું હતું. મિત્રો તમને જણાવી દઈએ કે દીપેશભાઈ શાહનું પરિવાર ઘણા સમય પહેલા બેલગામથી સુરત રહેવા આવ્યું હતું. તેમનું પરિવાર ખૂબ જ ધનવાન છે અને તેઓ ખૂબ જ વૈભવશાળી જીવન જીવતા હતા.

ત્યારે હવે દીપેશભાઈ આ બધી મોહ માયા છોડીને પોતાની પત્ની સાથે જૈન દીક્ષા લેશે. મિત્રો દીપેશભાઈની બાર વર્ષની દીકરી એ દસ વર્ષ પહેલા દીક્ષા લીધી હતી. ત્યારે હવે દીપેશભાઈ અને તેમના પત્ની પણ સંયમના માર્ગે જશે.

મિત્રો આ દંપતી દીક્ષા લીધા બાદ તેમનો મોટો દીકરો તેમનો વેપાર સંભાળશે અને મોટા દીકરાના લગ્ન થઈ ગયા બાદ તેઓએ દીક્ષા લેવાનું મુહૂર્ત નક્કી કર્યું છે. હાલમાં તો સોશિયલ મીડિયા પર ચારેય બાજુ તેમની ચર્ચાઓ ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*