આપણા દેશમાં દરેક તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જ્યારે ગણેશ મહોત્સવ આવે ત્યારે ભક્તોમાં એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળતો હોય છે. ગણેશ મહોત્સવ દરમિયાન લોકો પોતાના ઘરે અથવા તો શેરીમાં ગણેશજીની મૂર્તિને બિરાજમાન કરતા હોય છે.
ત્યારે આજે આપણે સુરતના એક હીરાના વેપારીના ઘરે બિરાજમાન ગણેશજીની મૂર્તિ વિશે વાત કરવાના છીએ. મિત્રો હીરાના વેપારીના ઘરે 600 કરોડ રૂપિયાની ગણેશજીની મૂર્તિ બિરાજમાન છે. હીરાના વેપારીએ પોતાના ઘરે વિશ્વના દુર્લભ ગણેશજીની મૂર્તિ બિરાજમાન કરી છે. જેની કિંમત અંદાજે 600 કરોડ લગાવવામાં આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે હીરાના વેપારીએ વિદેશમાંથી રફ ખરીદી ત્યારે વેપારીને રફમાંથી ગણેશજીની ડાયમંડની પ્રતિમા મળી હતી. મિત્રો ડાયમંડની આ ગણપતિ બાપા ની મૂર્તિ સુરતના કનુભાઈ આસોદરીયા નામના હીરાના વેપારીના ઘરે બિરાજમાન છે.
કનુભાઈ વિદેશમાં રફ ખરીદવા માટે ગયા હતા ત્યારે તેમને આ ડાયમંડની મૂર્તિ મળી હતી. પછી કનુભાઈએ વિશ્વના સૌથી મોંઘા ગણાતા ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી હતી. તેઓ દર વર્ષે પોતાના ઘરે ગણેશ ચતુર્થીના દિવસે ગણપત દાદાની સ્થાપના કરે છે.
હાલમાં તો ચારેય બાજુ 600 કરોડના ગણેશજીની મૂર્તિની ચર્ચાઓ ચાલી રહી છે. મિત્રો તમને જણાવી દઈએ કે કનુભાઈને મળેલી ગણેશજીની મૂર્તિની રફ હીરાની છે. જેનું વજન 184.3 કેરેટ છે અને 36.5 ગ્રામની છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment