અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં આવે પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ આજરોજ સામાન્ય જનતા માટે રામ મંદિર ખુલ્લુ મૂકી દેવામાં આવ્યું છે. મિત્રો આપણે સૌ જાણીએ જ છીએ કે, રામ મંદિર માટે દેશ-વિદેશમાંથી કરોડો રૂપિયાનું દાન આવ્યું છે.
ત્યારે રામ મંદિર માટે સૌથી મોટું દાન ગુજરાતના સુરતના હીરાના વેપારીએ આપ્યું છે. તમને જણાવી દઈએ કે સુરતના હીરાના વેપારીએ રામ મંદિર માટે 101 કિલો સોનું મોકલ્યું છે. જેની કિંમત કરોડો રૂપિયા છે.
દાન આપનાર સુરતના આ વેપારીનું નામ દિલીપકુમાર વી. લાઠી છે. તેઓ સુરતની મોટી હીરાની કંપનીના માલિક છે. તમને જણાવી દઈએ કે દિલીપ કુમારે રામ મંદિરમાં લગાવેલા 14 ગોલ્ડન લેટેડ દરવાજા માટે 101 કિલો સોનું મોકલ્યું છે.
કહેવાય છે કે રામ મંદિરને અત્યાર સુધીમાં મળેલ સૌથી વધારે દાન દિલીપભાઈએ કર્યું છે. રામ મંદિરમાં સૌથી વધારે દાન કરનારમાં ત્રણ ગુજરાતીઓ છે. જેમાં પહેલું નામ દિલીપભાઈનું, બીજું નામ કથાકાર મોરારીબાપુનું અને ત્રીજું નામ સુરતના ડાયમંડ કિંગ તરીકે ઓળખાતા ગોવિંદભાઈ ધોળકિયા.
2023 સુધીમાં રામ મંદિરમાં 3,000 થી પણ વધારે કરોડનું દાન મળ્યું છે. જેમાં અત્યાર સુધીમાં મંદિર પાછળ 1000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment