મિત્રો તમે ઘણા એવા લોકોને જોયા હશે. જેવો વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવતા હોય છે અને તે બેસ્ટ વસ્તુ વેચીને તેમાંથી લાખો રૂપિયાની આવક કરતા હોય છે. ત્યારે આજે આપણે વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવનાર સુરતની એક યુવતી વિશે વાત કરવાના છીએ. આ દીકરીનું નામ મૈત્રી છે.
મૈત્રી મંદિરની કચરાપેટીમાં પડેલા ફૂલ ભેગા કરીને તેમાંથી અલગ અલગ વસ્તુઓનું ઉત્પાદન કરે છે. મૈત્રીની બનાવેલી વસ્તુઓની માર્કેટમાં ખૂબ જ માંગ છે અને આ બિઝનેસ માંથી મૈત્રી સારું એવું કમાય પણ છે.
મિત્રો તમને જણાવી દે કે, મૈત્રી અલગ અલગ મંદિરમાંથી ભગવાનને જણાવેલા ફુલ ભેગા કરે છે. ત્યારબાદ આ ફૂલનો ઉપયોગ કરીને તે માંથી અત્તર, મીણબત્તી, અગરબત્તી, સાબુ અને ઓર્ગેનિક રંગ જેવી વસ્તુઓ બનાવે છે.
મૈત્રી આ બિઝનેસ પોતાના ઘરે ચલાવી રહી છે. કોઈપણ મશીનરી વગર મૈત્રી પોતાના હાથે જ આ બધી પ્રોડકો બનાવે છે. તે પોતાનો બિઝનેસ ઓનલાઈન ચલાવે છે અને મહિને 40 થી 50 હજાર રૂપિયા કમાઈ લે છે.
તેને પોતાના બિઝનેસનું નામ રિસાયકલિંગ હીરો રાખેલું છે. મૈત્રીના આ બિઝનેસના લોકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે અને મૈત્રીએ બનાવેલી પ્રોડક્ટની માર્કેટમાં ખૂબ જ માંગ પણ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment