સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને કે સાંભળીને આપણને નવાઈ લાગે છે. હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ભારતની 16 વર્ષ ની દીકરી પ્રાંજલીએ આજે તમામ ભારતીયોનું નામ રોશન કરી દીધું છે. આ 16 વર્ષની દીકરીએ AI કંપની થી બિઝનેસની શરૂઆત કરી હતી અને આજે કંપનીની વેલ્યુએશન 100 કરોડને પાર કરી છે.
આ કંપનીએ દુનિયામાં પોતાનું સ્થાન બનાવી લીધું છે, મીડિયા રિપોર્ટ અનુસાર પ્રાંજલી અવસ્થીએ 2022 માં AI નામની કંપનીની શરૂઆત કરી હતી. આ સ્ટાર્ટઅપ ની કિંમત પહેલાથી સો કરોડ રૂપિયા છે અને હાલમાં મિયામી ટેક વીકમાં લોકો આ સ્ટાર્ટઅપથી અતિ પ્રસન્ન થયા છે.
16 વર્ષની ઉંમરમાં અવસ્થીની નીચે દસ લોકો કામ કરે છે, રિપોર્ટ અનુસાર આ સ્ટાર્ટઅપમાં પ્રાંજલી ના પિતાએ તેને ઘણી મદદ કરી છે. જ્યારે તેણે કોર્ડિંગ શરૂ કરી ત્યારે તે માત્ર સાત વર્ષની હતી, 11 વર્ષની ઉંમરમાં તેનો પરિવાર ભારતથી ફ્લોરીડા શિફ્ટ થઈ ગયો, જ્યાં તેણે બિઝનેસની શરૂઆત કરી હતી.
ફ્લોરિડામાં ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ની પ્રયોગશાળામાં પ્રાંજલિએ 13 વર્ષની ઉંમરમાં ઇન્ટર્નશિપ કરી હતી. આ સમયે ChatGpt-3 બીટા લોન્ચ થયું હતું, આ દરમિયાન તેને આ કંપની શરૂ કરવાનો વિચાર પ્રાંજલીને આવ્યો. ત્યારબાદ તેણે બેકએન્ડ કેપિટલ ના લુસી ગુઓ અને દેવ ફોંટેનોટની લીડરશીપમાં મિયામીમા એક AI સ્ટાર્ટ અપ એક્સેલેટરેટ પ્રોગ્રામમાં આ બિઝનેસને એક્સેપ્ટ કરવામાં આવ્યો.
ત્યારબાદ આ બિઝનેસને શરૂઆત થઈ, એક્સેલેરેટર પ્રોગ્રામે અવસ્થિને ઑન જેક અને વિલેજ ગ્લોબલ થી ઇન્વેસ્ટમેન્ટ મળવા લાગ્યું. કંપનીએ ફંડિંગમાં આશરે 3.7 કરોડ રૂપિયા ભેગા કર્યા જેની આજની કિંમત 100 કરોડ રૂપિયા છે. એક સોળ વર્ષની દીકરીએ 100 કરોડની કંપની ઉભી કરીને દેશનું નામ રોશન કર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment