જૈન ધર્મમાં દીક્ષા ને મોક્ષનો માર્ગ ગણવામાં આવે છે ને આજના આધુનિક સમયમાં ભૌતિક સગવડ અને સંસારના તમામ સુખને છોડીને દીક્ષા ધર્મનું પાલન કરવું ખૂબ જ કપરું છે પરંતુ આજે ઘણા બધા યુવાનો છે જે જાહોજલાલી છોડીને સંયમના પંથે નીકળી પડે છે.
આજે તેવા હિંમતનગરના ભાવેશ ભંડારી જે અમદાવાદ અને હિંમતનગરમાં ખૂબ મોટો બિઝનેસ ધરાવે છે અને તેમને આર્થિક કટોકટી નો ક્યારેય સામનો પણ નથી કર્યો તે પોતાના વેલ્ફેર બિઝનેસ અને કરોડોની પ્રોપર્ટીને છોડીને સંયમના માર્ગે નીકળી પડ્યા છે.
ઉદ્યોગપતિ પરિવારના દીકરા દીકરીએ દીક્ષા લીધા બાદ હવે માતા-પિતા પણ દીક્ષા લેવાનું મન બનાવ્યું છે અને સંસારની તમામ મોમાયા છોડીને પોતાની પત્ની જીનલ ભંડારી સાથે આગામી 22 એપ્રિલના રોજ સંયમ નો માર્ગ અપનાવવા જઈ રહ્યા છે.ભાવેશભાઈ ના 16 વર્ષીય દીકરા અને 19 વર્ષે દીકરીએ પણ અગાઉ દીક્ષા લીધી હતી
અને હવે તેમને પોતે પણ પત્ની સાથે સાંસારિક મોહમાયા છોડીને મોક્ષનો માર્ગ અપનાવવાનું નિર્ણય લીધો છે. આમ કરોડોની સંપત્તિ છોડીને સંયમનો માર્ગ અપનાવા જઈ રહેલા ભાવેશભાઈ અને તેમના પત્ની જીનલ બેને કહ્યું કે સંયમ નો માર્ગ અને ધર્મ શ્રેષ્ઠ છે.હિંમતનગરના ભંડારી પરિવારના પુત્ર
અને પુત્રવધૂ તા.24 એપ્રિલે અમદાવાદમાં દીક્ષા લેશે. ભંડારી પરિવારના ભાવેશભાઇએ કહ્યું કે થોડાક વર્ષો પૂર્વે અમારા જીવનમાં ધાર્મિક પ્રવૃત્તિઓનું સ્થાન અગ્રક્રમે ન હતું. પરંતુ આચાનક જીવનમાં વળાંક લાવતી ઘટના બની હિંમતનગરમાં ગુરૂ ભગવંત પધાર્યા,
મસ્તીખોર દીકરા ભવ્ય અને થોડી જિદ્દી વિશ્વાની સાથે અમે તેમના પરિચયમાં આવ્યા જેમ જેમ તેમની વાણી અને વચનો સાંભળતા- સમજતા ગયા તેમ બાળકોમાં પણ બદલાવ આવી ગયો અને બંનેએ સંયમના માર્ગે પ્રયાણ કર્યું બંનેના ચહેરા પર ક્યારેય ન જોયેલ સંતોષ જોવા મળ્યો એ સંતોષ જ આજે મને અને જીનલને તેમના રસ્તે લઈ જઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment