આ નરાધમ યુવકે મોરને બળજબરીથી પકડીને તેના બધા પીછા ખેંચી નાખ્યા… વીડિયો જોઈને તમારો પણ પીતો હલી જશે…

Forcing the peacock: આજકાલ સોશિયલ મીડિયા પર પ્રાણીનું અને પક્ષીઓ ના વીડીયા પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જેમાં ઘણી વખત આપણને જોવા મળે છે કે લોકો પક્ષીઓ અને પ્રાણીઓને નુકસાન પહોંચાડતા હોય છે. આવી જ એક ઘટના નો વિડીયો મધ્યપ્રદેશમાંથી સામે આવ્યો છે, મધ્યપ્રદેશના(Madhya Pradesh) કટનીમાં એક વ્યક્તિ મોરના પીંછા(Peacock feathers) ખેંચી રહ્યો હોવાનું વિડીયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે.

બીજી તરફ પોલીસે પણ આ મામલો સતર્ક બની આરોપીની ઓળખ કરી લીધી છે. જેને દબોચી લેવા કાર્યવાહી હાથ ધરી છે, મધ્યપ્રદેશના કટનીમાં રાષ્ટ્રીય પક્ષી મોર સાથે ભયાનક ક્રૂરતા કરવામાં આવી હોવાના બોલતા પુરાવા રૂપનો વિડીયો સામે આવ્યો હતો.

જેમાં એક વ્યક્તિ મોર ના પીછા ખેંચી રહ્યો હતો, જે સામે આવતા લોકોમાં હાહાકાર મચી ગયો છે. કારણ કે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે અને રાષ્ટ્રીય પક્ષી સાથે આ રીતે વર્તન કરવાથી સજા પણ થઈ શકે છે. આ વ્યક્તિ નો વિડીયો સામે આવતા સ્થાનિક પોલીસ હરકતમાં આવી હતી અને આરોપીઓની ઓળખ કરી આરોપી સુધી પહોંચવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વનું છે કે ભારતમાં મોરને નુકસાન પહોંચાડવા બદલ સાત વર્ષ સુધીની સજા અને દસ હજાર રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરાઈ છે. જેનું કારણ છે કે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે, તેને વન્યજીવ સરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ સંરક્ષિત જાહેર કરાયો છે. આથી કોઈપણ લોકો મોરને નુકસાન કરતા હોય તો તમે સંબંધિત અધિકારીને જાણ કરી શકો છો.

બીજી બાજુ આ વ્યક્તિ સામે કાર્યવાહી અંગે લોકોમાંથી માંગ ઉઠી રહી છે. મોરને નુકસાન પહોંચાડતો વ્યક્તિની ઓળખ કરી લીધી છે અને તેના પર કાર્યવાહી હાથ ધરી છે. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી હોવાથી તેને કોઈપણ નુકસાન પહોંચાડી શકાતું નથી કારણ કે મોરને કોઈપણ વ્યક્તિ નુકસાન પહોંચાડે તો તેને સાત વર્ષની સજા અને 10,000 નો દંડ થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*