મિત્રો દુનિયામાં ઘણી વખત ભણેલા લોકોને પણ અભણ લોકો પાછળ મૂકી દેતા હોય છે એની આ દુનિયામાં એક અલગ કરતા હોય છે. ત્યારે આજે આપણે એવી જ એક મહિલા વિશે વાત કરવાના છીએ. માત્ર પાંચ ચોપડી ભણેલી આ મહિલા ઘરે બેઠા બેઠા દર મહિને કમાય છે લાખો રૂપિયા.
આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આ વાત એકદમ સાચી છે. આ મહિલા ઉત્તર પ્રદેશના પુરવાંચલના ઝોનપુર જિલ્લામાં આવેલા એક નાનકડા એવા ગામમાં રહે છે. મિત્રો આ મહિલાનું નામ શશીકલા બેન છે. તેઓ દેશભરમાં “અમ્મા કી થાલી” તરીકે ખૂબ જ પ્રખ્યાત છે.
મિત્રો શશીકલા બેનની અમ્મા કી થાલી માત્ર ભારત દેશમાં નહીં પરંતુ અમેરિકા અને દુબઈ જેવા દેશોમાં પણ જાણીતી છે. 2016 માં શશીકલા બેનના ગામમાં ફોરજી ઇન્ટરનેટ આવ્યો ત્યારે તેમને નહીં ખબર હશે કે આ ઇન્ટરનેટ તેમની દુનિયા બદલી નાખશે.
શશીકલાબેનના દીકરાની youtube અને ઇન્ટરનેટની આવડતના કારણે શશીકલાબેનની ચેનલ સમગ્ર વિશ્વમાં જાણીતી બની ગઈ હતી. મિત્રો શશી કલાબેનની youtube ચેનલ પર અંદાજે 16 લાખ જેટલા સબસ્ક્રાઈબર છે. આ youtube ચેનલ માંથી તેઓ દર મહિને લાખો રૂપિયા કમાય છે.
શશીકલા બેનની વાત કરીએ તો તેઓ ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. એકવાર શશીકલાબેનના દીકરાએ જોયું કે લોકો youtube પર વીડિયો પોસ્ટ કરીને પૈસા કમાય છે. એટલા માટે એકવાર જ્યારે શશીકલાબેન રસોઈ કરી રહ્યા હતા. ત્યારે તેમના દીકરાએ તેનો વિડીયો ઉતારી લીધો હતો અને એક નવેમ્બર 2017ના રોજ પહેલી વાર વિડિયો youtube પર અપલોડ કર્યો હતો. તેમને પહેલો વિડીયો બુંદી કી ખીર કરીને અપલોડ કર્યો હતો. પછી તો ધીમે ધીમે આ ચેનલ પર વીડિયો અપલોડ થવા લાગ્યા અને લોકોને વિડિયો પણ ખૂબ જ પસંદ આવવા લાગ્યા.
આ રીતે ધીમે ધીમે શશીકલાબેનની youtube ચેનલ ખૂબ જ પ્રખ્યાત બની ગઈ હતી અને લાખોની સંખ્યામાં લોકો તેમના વીડિયો જોતા હતા. Youtube ચેનલથી શશીકલાબેન દર મહિને લાખો રૂપિયાની કમાણી કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment