100 ટકા દર્શકો સાથે થિયેટર ખોલવાના રાજ્ય સરકારના નિર્ણય પર કેન્દ્ર સરકારે આપ્યો આ મોટો આદેશ,જાણો વિગતે.

એક તરફ દેશમાં બ્રિટનથી આવેલા કોરોનાવાયરસ ના નવા સ્ટ્રેનનો ફેલાવો વધી રહ્યો છે તો બીજી તરફ દેશમાં બર્ડ ફ્લૂનું સંકટ પણ વધુ ઘેરુ બની રહ્યું છે. આવી પરિસ્થિતિ વચ્ચે તમિલનાડુ સરકારે રાજ્યમાં 100 ટકા દર્શકો સાથે સિનેમાઘર શરૂ કરવાનો નિર્ણય કરતા કેન્દ્ર સરકારે મોટો આદેશ આપ્યો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમિલનાડુ સરકારને આદેશ પરત લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તમિલનાડુ સરકારની એઆઈડીએમકે સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય હવે ટીકાપાત્ર બન્યો છે. આ નિર્ણયના કારણે કોરોના વાઇરસને ફેલાવવાને વેગ મળવાની શક્યતા હોવાથી.

કેન્દ્ર સરકારે આ નિર્ણય પરત લેવાનો આદેશ આપ્યો છે.ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે કોઈપણ રાજ્ય કેન્દ્ર સરકારની કોરોના માર્ગદર્શિકા માં કોઈ પ્રકારનો ફેરફાર કરી શકે નહીં. ગૃહ મંત્રાલય દ્વારા 28 ડિસેમ્બર 2020 ના આ દિવસે જાહેર કરવામાં આવેલી.

માર્ગદર્શિકા પ્રમાણે દરેક રાજ્યોમાં કોરોના નિયમોનું ફરજિયાત પણે પાલન થવું જોઈએ.તામિલનાડુના મુખ્યમંત્રી પલીનીસ્વામીએ સાઉથ ના ફિલ્મ અભિનેતા વિજય સાથેની મુલાકાત બાદ આ નિર્ણય જાહેર કર્યો હતો.ત્યારબાદ ગૃહ મંત્રાલય દ્વારા.

તમિલનાડુ સરકારને પત્ર લખવામાં આવ્યો હતો અને તેમાં નિર્ણય પરત લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ પહેલા ગૃહ મંત્રાલય દેશ ના તમામ સિનેમાઘરો ને 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરવાની મંજૂરી આપી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*