પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન આવતીકાલે ગુજરાતને આપશે આ મોટી ભેટ

253

પ્રધાનમંત્રી મોદી આજથી બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતને કેટલીક ભેટો આપી છે. નર્મદા જિલ્લાના કેવડિયા માં આરોગ્ય વન, ન્યુત્રિશન પાર્ક, એકતા મોલ, જંગલ સફારી, સરદાર પટેલ પ્રાણી સંગ્રહાલય અને એકતા કુઝ સર્વિસ જેવી કેટલીક યોજનાઓ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વધુ કેટલીક સેવાઓ ની શરૂઆત કરશે અને જે સમગ્ર ગુજરાતમાં માટે સૌથી મોટી ભેટ હશે.શુક્રવાર એટલે કે આજરોજ પ્રધાનમંત્રી મોદીએ નેતા કેશુભાઇ પટેલ અને કલાકાર નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ આપી હતી.

ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર ના માધ્યમ થી કેવડીયા પહોંચ્યા હતા. કેવડીયા પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ કેટલીક સેવાની શરૂઆત કરી અને નિરીક્ષણ કર્યું હતું.આજરોજ નરેન્દ્ર મોદી રાત્રી રોકાણ કરવાના છે અને ત્યાર બાદ આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સી.પ્લેન ની સમગ્ર ગુજરાતને સૌથી મોટી ભેટ આપવાના છે.આવતીકાલે પ્રધાનમંત્રી સવારે 6:30 આરોગ્ય વન માં યોગ ગાર્ડનમાં યોગા કરશે.

ત્યારબાદ તેઓ આરોગ્ય વનમાં બ્રેકફાસ્ટ કરશે.08:00 સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પ અર્પણ કરશે અને સાડા આઠ વાગ્યે પરેડ ગ્રાઉન્ડ પર જશે ત્યાં પરેડની સલામી આપશે. પ્રધાનમંત્રી મોદી 9 ને 20 મિનિટ રાષ્ટ્રજોગ પ્રવચન કરશે.

પ્રધાનમંત્રી મોદી 10 ને 45 મિનિટ તે સમગ્ર ગુજરાતને સી પ્લેન ની ભેટ આપશે એટલે કે તેનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી કેવડિયા થી અમદાવાદ રવાના થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!