ચૂંટણીના પરિણામો પહેલાં જ કોંગ્રેસ પાર્ટીને સતાવી રહ્યો છે આ મોટો ડર,જાણો સમગ્ર મામલો

Published on: 10:29 am, Mon, 9 November 20

બિહાર વિધાનસભાની 243 બેઠકો માટે મતદાન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને આવતીકાલે ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. ચૂંટણી બાદ એક્ઝિટ પોલમાં મુખ્યમંત્રી નીતીશકુમાર ની વિદાય અને રાષ્ટ્રીય જનતા દળના નેતૃત્વવાળા મહાગઠબંધન ની સરકાર બનવા ના સંકેતો મળી રહ્યા છે.એક્ઝીટ પોલ ના પરિણામો માટે ઉત્સાહી કોંગ્રેસને હવે પોતાના ધારાસભ્ય તૂટવાનો દર સતાવી રહ્યો છે અને જેના કારણે કોંગ્રેસના દિગ્ગજ નેતા સુરજેવાલા પટના પહોંચી ચૂક્યા છે.

કોંગ્રેસ પાર્ટી હવે એક્ટિવ મોડમાં આવી ગઈ છે અને કોંગ્રેસએ મત ગણતરી બાદ ધારાસભ્યોને એક સાથે રાખવા માટે બે વરિષ્ઠ નેતાઓને પટના મોકલ્યા છે.પેટાચૂંટણીના પરિણામ પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા અવિનાશ પાંડેય અને રણદીપ સુરજેવાલા ને પાર્ટીના અધ્યક્ષ પટના માટે રવાના કર્યા છે. આ બંને નેતાઓને ચૂંટણીના પરિણામની જાહેરાત થયા બાદની સ્થિતિમાં પ્રબંધક ની જવાબદારી આપી ને મોકલવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ એક્ઝિટ પોલમાં સત્તાધારી જનતા દળ યુનાઇટેડના નેતૃત્વવાળા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન ની વચ્ચે નજીક ની લડાઈ નું અનુમાન રાખવામાં આવી રહ્યું છે.આ પરિસ્થિતિમાં વિરોધી પક્ષ ની તરફથી ધારાસભ્યોની લે-વેચનો પ્રયાસ કરી શકાય છે.

આ સ્થિતિ જોતા કોંગ્રેસવાળા બંને નેતાઓને પટના મોકલવામાં આવ્યા છે.આ બંને નેતાઓ બિહારમાં રહેશે અને ગઠબંધન સહયોગીઓ સાથે સમન્વય બનાવી રાખશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!