દિલ્હીના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને શિક્ષણ ક્રાંતિની નાયિકા અતિશી માર્લના બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ દિલ્હીમાં સતત બે ટર્મ થી આપના વિજય પાછળ શિક્ષણ નીતિ મહત્વના બની રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહી છે.
એ સમયે દિલ્હીમાં શિક્ષણ ક્રાંતિ લાવનારા આતિશી ગુજરાત મુલાકાત દરમિયાન ગુજરાતની શિક્ષણ નીતિ પદ્ધતિ અને કામગીરી અંગેનો અભ્યાસ કરશે. એ પછી આગામી ચૂંટણીમાં શિક્ષણના મુદ્દે આપનો રોડ મેપ તૈયાર કરશે. આતીશી અમદાવાદના શિક્ષણ પ્રેમીઓ સાથે બે કલાક સુધી સંવાદ પણ કરવાના છે.
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે જનતાના પ્રશ્નો ઉકેલવાના કરેલા કામોની સામે ગુજરાતની જનતાના પ્રશ્નો ની સમીક્ષા કરવામાં આવી રહી છે. ખાસ કરીને શિક્ષણ આરોગ્ય અને વીજળી ના મુદ્દાઓ દિલ્હીમાં આપણી જીત ના
મુખ્ય મુદ્દાઓ રહા હોવાથી ગુજરાતમાં પણ વીજળી શિક્ષણ અને આરોગ્યના પ્રશ્નો ને અભ્યાસ કરીને આપના નેતાઓ ગુજરાતમાં પણ દિલ્હી મોડલ અપનાવવાના વચન આપી મતદારોને રીઝવવા માટેની કોશિશ કરી શકે છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ઈશુદાન ગઢવી પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારિણીના મેમ્બર છે અને ગુજરાતમાં હાલમાં તેમની જવાબદારી નથી સોંપવામાં આવી. તેમને ભવિષ્યમાં ગુજરાતની વિશેષ જવાબદારી સોંપવામાં આવશે.
એ રીતે મહેશ સવાણીને પણ પ્રદેશમાં પાર્ટીના નેતા ની જવાબદારી સોંપાશે.આજે પ્રદેશ થી લઇ નગર સુધીના નેતાઓની મળેલી બેઠકમાં પ્રદેશના નેતાઓ દિલ્હીમાં કેજરીવાલની મુલાકાત કરી આવ્યા બાદ ત્યાં રહેલી ચર્ચા વિશે વાત થઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment