સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ત્યારે આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય. મિત્રો તમે ઘણા ડોક્ટરના મોઢે સાંભળ્યું હશે કે માણસોને ઓછામાં ઓછી સાર્થથી આઠ કલાકની ઊંઘ તો લેવી જ જોઈએ, જેથી તે સ્વચ્છતા રહી શકે.
ત્યારે આજે આપણે એક 80 વર્ષના વૃદ્ધ વ્યક્તિની વાત કરવાના છીએ. તેઓ દાવો કરી રહ્યા છે કે તેઓ છેલ્લા 61 વર્ષથી સુતા નથી. આ દાદાનુ કેવું છે કે 1962 થી તેમની ઊંઘ હંમેશા માટે ગાયબ થઈ ગઈ છે. વર્ષો સુધી તેમની પત્ની, બાળકો અને કોઈપણ વ્યક્તિએ તેમને સુતા જોયા નથી.
આ બધી વાત દાદાએ એક પ્રખ્યાત યૂટ્યુબર Breeze King આપેલા ઇન્ટરવ્યૂમાં કરી હતી. આ પહેલા પણ સોશિયલ મીડિયા રિપોર્ટ્સમાં તેમની ઊંઘની કહાની છપાઈ ગઈ છે. વિગતવાર વાત કરે તો આ વૃદ્ધ વ્યક્તિ વિયેતનામના રહેવાસી છે અને તેમનું નામ થાઈ એનગોક છે. 80 વર્ષના આ દાદાએ કહ્યું કે, એક દિવસ રાત્રે તેમને તાવ આવી ગયો હતો ત્યાર પછી તેઓ ક્યારેય સુતા જ નથી.
તેમની ઈચ્છા છે કે તેઓ થોડીક ઊંઘ લે. જો એક મનુષ્ય સરખી ઊંઘ ન લેતો તે શારીરિક અને માનસિક રીતે આ સ્વસ્થ થઈ શકે છે. પરંતુ 80 વર્ષના દાદાનો દાવો છે કે તેઓ છેલ્લા વર્ષથી સુતા નથી અને તેમના સ્વાસ્થ્ય પર પણ કોઈ પણ પ્રકારની અસર પડી નથી. 80 વર્ષની ઉંમર થઈ ગઈ છતાં પણ તેઓ સરખી રીતે ચાલી શકે છે અને ખેતરમાં કામ પણ કરી શકે છે.
રાત થાય એટલે તેઓ દરરોજ પોતાની પથારીમાં જાય છે. પોતાની આંખો બંધ કરે છે. પરંતુ તેમના મગજમાં કાંઈ ચાલતું રહે છે તેથી તેને ઊંઘી શકતા નથી. વીડિયોમાં તેઓ વાતચીત કરતા કહે છે કે, તેઓ દેશી દારૂ બનાવવાનું કામ કરે છે અને રાત્રે બે ત્રણ વાગ્યા સુધી ડ્યુટી કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment