મિત્રો તમે ઘણા એવા લોકો વિશે સાંભળ્યું હશે જેવો પોતાની લાખો રૂપિયાની નોકરી મૂકીને પશુપાલનના ધંધામાં લાગી જતા હોય છે. ત્યારે આજે આપણે પશુપાલનના વ્યવસાય માંથી વર્ષે લાખો નહીં પરંતુ કરોડો રૂપિયા કમાતી એક મહિલા વિશે આજે આપણે વાત કરવાના છીએ.
આ મહિલા વડગામ તાલુકાના નગાણા ગામે રહે છે. વાત કરીએ તો વડગામ તાલુકાના નગાણા ગામે રહેતા નવલબેન ચૌધરી વર્ષોથી પશુપાલકના ધંધા સાથે સંકળાયેલા છે. કહેવાય છે કે આજથી બે ત્રણ વર્ષ પહેલા નવલબેનને બનાસ ડેરીમાં સૌથી વધુ દૂધ ભરવાનું ખિતાબ મળ્યો હતો.
ત્યારે બનાસ ડેરી દ્વારા નવલબેન સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને 25000 રોકડા રૂપિયા આપવામાં આવ્યા હતા. ઉપરાંત શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી તરીકેનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. નવલબેનની ઉંમર 65 વર્ષથી પણ વધારે છે.
આ ઉંમરે પણ તેઓ કોઇપણ પ્રકારની આડા કર્યા વગર વહેલી સવારે 5:00 વાગ્યાની આસપાસ તબેલામાં પહોંચી જાય છે અને પોતાનું કામ શરૂ કરી દે છે. એક સમય હતો ત્યારે નવલબેન માત્ર 20 થી 25 પશુઓ રાખતા હતા.
ત્યારે હાલના સમયમાં તેઓ 250 થી પણ વધારે પશુઓ રાખે છે. વાત કરીએ તો તેઓ દરરોજ 1000 થી 1200 લીટર જેટલું દૂધ ડેરીમાં આપે છે. પશુપાલનનો ધંધો કરીને નવલબેન મહિનાના 9 થી 10 લાખ રૂપિયાની આવક મેળવ્યા છે. એટલે વર્ષે તેઓ કરોડો રૂપિયાની આવક કરે છે.
મિત્રો સોશિયલ મીડિયા પર ચારેય બાજુ નવલબેનની જ ચર્ચાઓ ચાલી રહી છે. વાત કરીએ તો નવલબેન દર વર્ષે દૂધના નફામાંથી 1 કરોડ 70 લાખ રૂપિયા જેટલાની આવક કરે છે. દર વર્ષે તેઓ પશુપાલનના ધંધામાંથી વર્ષે કરોડ રૂપિયા ઉપરની જ આવક કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment