મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. બધા જ દંપત્તિઓને તેમના જીવનમાં સંતાનો સૌથી વ્હાલો હોય છે. આજે આપણે એક એવી મહિલા વિશે વાત કરવાના છીએ જેના વિશે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિલા લગ્ન વગર કુંવારા માતા બની છે.
તમારા દરેક લોકોના મનમાં સવાલ હશે કે લગ્ન વગર મહિલા માતા કેવી રીતે બની હશે. આ મહિલાની વાત કરીએ તો આ મહિલા ગુજરાતના મૂળ ભરૂચની રહેવાસી છે. આ મહિલાનું નામ ડિમ્પલબેન છે અને તેમની ઉંમર 35 વર્ષની છે. મિત્રો તમને જણાવી દઈએ કે ડિમ્પલબેન થોડા દિવસો પહેલા 35 વર્ષની ઉંમરે એક બાળકને જન્મ આપ્યો છે.
મિત્રો તમને જણાવી દે કે ડીમ્પલબહેનના લગ્ન નથી થયા પરંતુ તેમને IVF ટેકનોલોજીની મદદથી બાળકને જન્મ આપ્યો છે. આ ટેકનોલોજીથી બાળકને જન્મ આપવા પાછળનું એક કારણ પણ રહેલું છે. મિત્રો તમને જણાવી દઈએ કે ડિમ્પલ બેહને પોતાની પારિવારિક પરિસ્થિતિને લીધે લગ્ન કર્યા ન હતા.
મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે ડિમ્પલ બહેન અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તેમના ભાઈનું અવસાન થયું હતું. ભાઈના મૃત્યુ બાદ તેમની માતા ખૂબ જ બીમાર રહેવા લાગી હતી. આ ઉપરાંત ઘરમાં બીજું કોઈ કમાવનાર ન હતી. 2020 માં ડિમ્પલબેનના પિતાનું પણ નિદાન થઈ ગયું હતું.
ડિમ્પલબેન પિતાના અવસાન પછી લગ્ન ન કરવાનું નક્કી કર્યું હતું અને સિંગલ મધર બનવાનું નક્કી કર્યું હતું. ડિમ્પલબેન ને આ બાબત પર ઘણા લોકોએ સમજાવ્યા પરંતુ તેમને કહ્યું કે, આજે તો તેમની સાથે માતા અને બીજા ઘણા લોકો છે પરંતુ જ્યારે કોઈ નહિ હોય ત્યારે તેમને એકલું જીવન જીવવું પડશે.
એટલા માટે તેમને કુવારા માતા બનવાનું નક્કી કર્યું હતું. ત્યાર પછી IVF ટેકનોલોજીની મદદથી ડિમ્પલબેન માતા બન્યા હતા. આજે ડિમ્પલબેન પોતાના બાળક સાથે રહે છે અને પોતાનું જીવન ગુજારી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment