મિત્રો તમે રોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વિશે સાંભળતા હશો. ઘણા કિસ્સાઓ સાંભળીને તમારા ઊભા થઈ જતા હોય છે. ત્યારે હાલમાં બનેલો તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ત્રણ વર્ષની માસુમ બાળકીને જીવતી ખાડામાં અપનાવી દેવામાં આવી હતી.
ત્યારબાદ ગામના લોકોએ યોગ્ય સમયે આવીને માસુમ બાળકીને ખાડામાંથી બહાર કાઢીને તેનો જીવ બચાવી લીધો હતો. ત્યારબાદ બાળકી બહાર આવીને એવું બોલી કે સાંભળીને દરેક લોકો ચોકી ગયા હતા. બાળકી એ કહ્યું કે મારી મમ્મી અને તેની નાનીએ તેનો જીવ લેવાની કોશિશ કરી હતી.
આ ચોકાવનારી ઘટના બિહારના છાપરામાંથી સામે આવી હતી. મળતી માહિતી અનુસાર માસુમ બાળકી કહેતી હતી કે, મમ્મીએ અને નાનીએ સૌપ્રથમ તેનું ગળું દબાવી દીધું. ત્યારબાદ તેના મોઢામાં માટી ભરી દીધી અને તેને જમીનની નીચે દફનાવી દીધી હતી. આ ઘટના કોપા મરહા નદીના કિનારે બની હતી.
મળતી માહિતી અનુસાર રવિવારના રોજ કેટલીક મહિલાઓને નદી કિનારે માટી હલતી દેખાઈ હતી. આ જોઈને મહિલાઓ ડરી ગઈ હતી. તેથી મહિલાઓએ હિંમત કરીને માટી હટાવી ત્યારે અંદરથી બાળકી નીકળી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે માસુમ બાળકોને સારવાર માટે હોસ્પિટલ મોકલી હતી. માસુમ બાળકીએ પોતાનું નામ લાલી જણાવ્યું હતું. તેને પોતાના પિતાનું નામ રાજુ શર્મા અને માતાનું નામ રેખા દેવી જણાવ્યું હતું.
બાળકી એ જણાવ્યું કે, મારી માતા અને નાની ફરવાના બહાને મને અહીં લઈ આવ્યા હતા. ત્યારબાદ મારું ગળું દબાવીને મારા મોઢામાં માટી નાખી દીધી હતી. પછી મને જીવતી જમીનમાં દફનાવી દીધી હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે બાળકીના પરિવારજનોની શોધખોળ શરૂ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment