ગુજરાતને વેપારીઓનું રાજ્ય કહેવામાં આવે છે. સમગ્ર દેશમાં ગુજરાત બિઝનેસના ક્ષેત્રમાં ખૂબ જ આગળ છે. તમે ઘણા ગુજરાતી બિઝનેસમેન વિશે સોશિયલ મળ્યા પર સાંભળ્યું જ હશે. ત્યારે આજે આપણે ગુજરાતની એક એવી યુવતીની વાત કરવાના છીએ જે પશુપાલનનો વ્યવસાય કરીને તેમાંથી મહિને કમાય છે લાખો રૂપિયા.
વાત કરીએ તો ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની ડીસાના ગોગઢ ગામની 22 વર્ષની પ્રિયા માળી નામની દીકરી પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલી છે. આ વ્યવસાય તેમનો પરંપરાગત હતો, પરંતુ દીકરીએ પોતાની બુદ્ધિ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓથી પશુપાલનનો ધંધો ખૂબ જ આગળ વધારીઓ છે અને દર મહિને આ ધંધામાંથી સવા લાખ રૂપિયાનો નફો કમાય છે.
દીકરીએ પાંચ પશુઓ સાથે પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો. જેના કારણે તે ગામની ડેરીમાં રોજ 10 થી 15 લીટર દૂધ સપ્લાય કરતી હતી. પરંતુ આજે દીકરીનો પશુપાલનનો વ્યવસાય ખૂબ જ મોટો થઈ ગયો છે અને આજે તેની પાસે 35 જેટલા પશુઓ છે.
આજે પ્રિયા ગામની ડેરીમાં દરરોજનું 120 થી 130 લિટર દૂધ સપ્લાય કરે છે. દરેક ગાય સરેરાશ 10 લીટર દૂધ આપે છે. પ્રિયા એક મહિનામાં લગભગ 3600 લીટર દૂધ ડેરીમાં સપ્લાય કરે છે. એક લીટર નો ભાવ 30 થી 35 રૂપિયા ચાલી રહ્યો છે.
પ્રિયાને લીટરના 35 રૂપિયા મળે એટલે તે દર મહિને સવા લાખ રૂપિયા દૂધ વેચીને કમાય છે. આવકમાંથી લગભગ 50% રૂપિયા પશુઓના ચારા અને અન્ય વસ્તુઓ પાછળ ખર્ચાય છે. તો પણ પ્રિયા અને દર મહિને 60 થી 65 હજાર રૂપિયા ચોખા વધે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment