હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક મહિલાએ પોતાના પતિના મૃત્યુના 30 દિવસ બાદ ગળાફાંસો ખાઈને પોતાનું જીવનનું ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર 30 દિવસ પહેલા વીજળી પડવાના કારણે મહિલાના પતિનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. પતિના મૃત્યુ બાદ મહિલા ખૂબ જ તણાવમાં રહેવા લાગી હતી.
પતિના મૃત્યુના આઘાતમાં મહિલાએ સુસાઈડ કરી લીધું હતું. માતા અને પિતાના મૃત્યુના કારણે હવે બે બાળકોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ખંડવાના પંઢાણા વિસ્તારમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, કેવલરામ પટેલ નામનો યુવક આદર્શ ગામે પંઢાણાના સાંસદ આરુડના શ્રી રામ મંદિર ચોકમાં રહેતો હતો.
મળતી માહિતી અનુસાર 11 જૂન 2022 ના રોજ તે ખેતરમાં બે મજૂરો સાથે કામ કરી રહ્યો હતો. આ દરમિયાન વીજળી પડી હતી. વીજળી પડવાના કારણે કેવલરામ અને તેની સાથે કામ કરી રહેલા બંને મજૂરોના ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યા હતા. કેવલરામના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.
કેવલરામના મૃત્યુનો સૌથી મોટો આઘાત તેની પત્ની ઉષાબાઈને લાગ્યો હતો. પતિના મૃત્યુ બાદ ઉષાભાઈ ખૂબ જ તણાવ માં રહેવા લાગી હતી. તેને પરિવારના સભ્યો સાથે વાત કરવાનું પણ ઓછું કરી દીધું હતું. મળતી માહિતી અનુસાર શનિવારના રોજ રાત્રે બધા ઘરે જમીને સુતા હતા. આ દરમિયાન ઉષાબાઈ ગળાફાંસો ખાઈ લીધો હતો.
જ્યારે સવારે બાળકો પોતાની માતાની જગાડવા માટે ગયા, ત્યારે ઘણા ફાંસો ખાધેલી હાલતમાં માતા મળી આવી હતી. ત્યારબાદ પરિવારના સભ્યો ત્યાં પહોંચી આવ્યા હતા અને આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને પંચનામું કર્યું હતું અને ત્યારબાદ ઉષાભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું. કેવલરામ અને તેમની પત્ની ઉષાભાઈના મૃત્યુના કારણે એક 14 વર્ષની દીકરી અને 12 વર્ષના દીકરાએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment