આપને બધા લોકો જાણીએ છીએ કે સુરત એ હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતું છે. ત્યારે આપણે બધાએ સાંભળ્યું હશે કે ઘણા બધા રત્ન કલાકારો બદલું મારતા હોય છે. આજે અમે તમને ઘણા દ્રશ્યો બતાવવાના છીએ જેમાં સુરતના એક રત્ન કલાકારે દોઢ લાખની કિંમતના હીરાનો બદલો માર્યો છે
ને તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઇ છે.સુરત શહેરના ગુરુકૃપા ડાયમંડમાં રત્નકલાકારે 1.50 લાખના હીરાનો બદલો માર્યાનો સીસીટીવી વિડીયો સામે આવ્યા છે. આપને જણાવી દઈએ કે રત્ન કલાકાર બે વર્ષથી શરીર ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હતો અને હીરાનો બદલો મારી પોતાનો ભાંડો ફૂટતા રત્નકલાકારે કારખાનેદારને ફોન પર અભદ્ર શબ્દો બોલીને નોકરી છોડી દીધી
હતી. હવે રત્નકલાકારે હીરાની નોકરી છોડીને નાના પાયે બાંધકામનો વ્યવસાય શરૂ કર્યો હોવાની માહિતી સામે આવી છે જો કે સમગ્ર મામલે રત્ન કલાકાર સામે કારખાના દારે કાપોદ્રા પોલીસ મથકમાં અરજી કરી હતી.મિત્રો કહેવાય છે ને કે જેની થાળીમાં ખાધું તેમજ ચૂક્યો અને આ વાતને સાર્થક કરીને બતાવી છે
આ ચોર રત્નકલાકારે. મંદીના સમયમાં પણ કારખાનેદાર રત્ન કલાકારને નુકસાની કરીને પણ સાચવતા હોય છે કારણ કે તેમના બાળકો ભૂખ્યા ન સુવે અને તેમને રોજી મળી રહે અને સાથે સાથે તેજીના સમયની રાહ જોઈ રહ્યા છે ત્યારે અમુક આવા ચોર રત્ન કલાકારો જ્યાં કામ કરતા હોય છે ત્યાં જ લાખોના હીરાના બદલા મારતા હોય છે.જે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા નહીં હોય
તેમને એમ થતું હશે કે બદલો મારો એટલે શું? તો મિત્રો બદલો મારવામાં એવું હોય છે કે અમુક રત્ન કલાકારો પાસે પહેલેથી જ બીજા હીરા પડ્યા હોય છે અને જ્યારે પેકેટમાં સારા હીરા આવે ત્યારે જુના હીરા ખરાબ હીરા મૂકીને સારા હીરા લઈ લેતા હોય છે અને પછી તેને બજારમાં સારી એવી કિંમતમાં વેચી દેતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment