ઓડિશાના નબરંગપુર જિલ્લામાં એક 70 વર્ષીય મહિલા વૃદ્ધાવસ્થા માં પેન્શન મેળવવા માટે સંઘર્ષ કરતી જોવા મળી હતી. સરકાર દ્વારા આપવામાં આવે પેન્શન લેવા માટે તે તૂટેલી ખુરશી સાથે રસ્તા પર ખુલ્લા પગે ચાલતા જોવા મળ્યા છે. એક અહેવાલ અનુસાર ઝરીગાંવ બ્લોકના બાનુ ગુડા ગામની પીડિત મહિલાની ઓળખ સૂર્યા હરિજન તરીકે થઈ છે.
એક વૃદ્ધ મહિલાનો વિડીયો વાયરલ થયા બાદ ગુરુવારે નાણામંત્રી નિર્મલ સીતારમણની નજર પડી જેમાં મહિલાને ઓડિશાના નબરંગપુરમાં પેન્શન ના પૈસા એકઠા કરવા માટે આકરી ગરમી અને તડકામાં કેટલાય કિલોમીટર સુધી ઉઘાડા પગે ચાલતા બતાવવામાં આવ્યા છે. સીતારમને આ અંગે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની ઝાટકણી કાઢી અને પૂછ્યું કે શું ત્યાં કોઈ બેંક મિત્ર નથી ?
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના નાણામંત્રીના ટ્વિટ નો જવાબ આપ્યો અને કહ્યું કે તેઓ પણ આ વિડીયો જોઈને એટલા જ દુઃખી થયા છે. તેમણે વધુમાં કહ્યું કે આવતા મહિનાથી પેન્શન તેમના ઘર આંગણે પહોંચાડવામાં આવશે. આ ઘટના 17 એપ્રિલ ઓડિશાના નવરંગપુર જિલ્લાના ઝરીગાંવ લોકમાં બની હતી. ઓડિશાના ઝરીગાંવની આઘાતજનક ઘટનામાં એક 70 વર્ષીય મહિલા બેંકમાંથી પેન્શન લેવા માટે કેટલા કિલોમીટર સુધી ઉઘાડા પગે ચાલતી જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે જરૂરિયાત મંદ નાગરિકોને મદદ કરવા માટે સરકારી યોજનાઓ હોવા છતાં સુર્યા હરિજન તેમની વિવિધ સમસ્યાઓના કારણે લાભ મેળવી શકતા નથી. તેમનું જીવન ધોરણ ઘણું નબળું છે, પરિવારનું ભરણપોષણ કરવા માટે તેનો મોટો પુત્ર બીજા રાજ્યમાં પરપ્રાંતીય મજૂરી તરીકે કામ કરે છે. તેનો નાનો પુત્ર તેની સાથે રહે છે અને અન્ય લોકોના ઢોર ચરાવીને ગુજરાન ચલાવે છે.
તેમની નાની ઝૂંપડીમાં તેમનું જીવન દિવસે ને દિવસે દયનીય બની રહ્યું છે. અગાઉ હરીજનને પેન્શન ના પૈસા હાથમાં આપવામાં આવતા હતા, હવે નિયમોમાં ફેરફારને કારણે તેના ખાતામાં પૈસા ઓનલાઇન ટ્રાન્સફર થઈ રહ્યા છે. બેંક ઓથોરિટી ના જણાવ્યા અનુસાર સૂર્યના ડાબા અંગૂઠાની છાપ કેટલીક વાર વૃદ્ધાવસ્થા ના કારણે નમૂના સાથે મેળ ખાતી નથી. જેના કારણે તેને પેન્શન ની રકમ ચૂકવવામાં સમસ્યા થાય છે, મળતી માહિતી અનુસાર તેમને છેલ્લા ચાર મહિનાથી પેન્શન મળ્યું નથી.
તેણે શારીરિક હાજરી માટે બેંકમાં જવાની જરૂર છે, પરંતુ તે ચાલી પણ શકતા નથી. જેના કારણે તેણે બેન્ક જવા માટે ખુરશીનો ઉપયોગ કર્યો હતો, લોક અને પંચાયત કચેરીને મદદ માટે વારંવાર વિનંતી કરવા છતાં તેમને કોઈ સહાય મળી ન હતી. આ મામલે નાણામંત્રીના સંજ્ઞાન લીધા બાદ હવે સ્થાનિક પ્રશાસને વૃદ્ધ મહિલાને તમામ જરૂરી સુવિધાઓ અને તેમના ઘરે પેન્શન આપવાનું વચન આપ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment