ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તમામ રાજકીય પાર્ટીઓ પોતાનો પક્ષ મજબૂત કરવાની કામગીરીમાં લાગી ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ તથા બેચરાજી વિધાનસભાના ઉમેદવાર સાગર રબારીએ તિરંગા યાત્રામાં ભાજપના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ ઇજાગ્રસ્ત થવાના મુદ્દે મીડિયાને સબોધતા કહ્યું કે, પક્ષીથી ઉપર ઊઠીને, રાજકીય મતભેદો એક તરફ રાખીને મારું કહેવું છે કે નીતિનભાઈ વડીલ છે, ગુજરાતના રાજકારણમાં એમનું ઘણું બધું યોગદાન છે. નીતિન પટેલ સાથે આ ઘટના બની તે ખૂબ જ દુઃખદ છે. નીતિનભાઈ જલ્દી સાજા થઈ જાય તેવી હું પ્રાર્થના કરું છું. નીતિનભાઈ ખૂબ જ ઝડપથી સ્વસ્થ થાય અને પોતાના નિયમિત કામોમાં લાગી શકે એટલી શક્તિ એમને ઈશ્વર આપે.
સાગર રબારી એ વધુમાં જણાવ્યું કે, આ બધા પ્રશ્નો સાથે મારો એક પ્રશ્ન છે કે ગાયો રસ્તા પર કેમ આવી? સાગર રબારી એ કહ્યું કે અહીં એક ગુજરાતી કહેવત સાબિત થાય છે કે, “જમવામાં જંગલો અને કૂટવામાં ભાંગલો” કેમકે ગોચર એમના જ કોર્પોરેટર મિત્રો ખાઈ ગયા છે. સરકારનું પડતર કોણે વેચ્યું? પશુના હરવા ફરવા અને રહેવા માટે જે કુદરતી વ્યવસ્થાઓ હતી, તે કુદરતી વ્યવસ્થાઓ તેમના જ કોર્પોરેટર મિત્રોના હિતાર્થ લાભાર્થે અસ્તવ્યસ્ત થઈ ગઈ છે અને ખોવાઈ ગઈ છે. હવે ક્યાંય જંગલ નથી બચી એટલે આ ગાયો અને નંદીઓ જ્યાં જગ્યાએ દેખાય ત્યાં આશરો શોધે છે.
સાગર રબારી એ વધુમાં જણાવ્યું કે, દીપડા જેવા સિંહ જેવા હિંસક પ્રાણીઓ પણ માનવ વસ્તીમાં આવવા લાગ્યા છે. તેના કારણે અવારનવાર કોઈકને કોઈક વ્યક્તિ આ પ્રાણીઓનો ભોગ બની રહ્યા છે. આ કેમ થાય છે? તેનું પાયા હાલનો જે સત્તાપક્ષ છે, જેનો કોર્પોરેટર પ્રેમ જગ જાહેર છે એના માથે જાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment