મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં સોખડા મંદિરથી જુદા થયેલા પ્રબોધસ્વામીના જૂથના આનંદ સાગર સ્વામીનો અમેરિકામાં પ્રવચન દરમિયાનનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ ભગવાન શિવનું અપમાન કરે છે.
આ વિડીયો વાયરલ થતાં જ લોકો ભારે ગુસ્સામાં ભરાયા હતા. આ વિડીયો ચર્ચાનો વિષય બનતા જ આનંદ સાગર સ્વામીએ આ અંગે માફી માંગી છે. આ ઉપરાંત શિક્ષા રૂપે તેઓ સાત દિવસનો ઉપવાસ અને મૌન પણ રાખશે. આનંદસાગર સ્વામીએ માફી માંગતા કહ્યું કે, દેવાધિદેવ મહાદેવજી સનાતન ભારતીય સંસ્કૃતિના આરાધ્ય દેવ છે.
મહાદેવ પુજનીય દેવ છે અને અતિશય મોટા છે. મહાદેવ સનાતન સંસ્કૃતિના દરેક સાધક, દરેક હિન્દુ માટે અને મારા માટે પણ પૂજનીય છે. વધુમાં માફી માંગતા આનંદ સાગર સ્વામીએ જણાવ્યું કે, મેં એક યુવકની લાગણીને ભાવ આપવા માટે કર્યું.
મારાથી જે કાંઈ ભૂલ થઈ છે એ બદલ હું સનાતન ભારતીય સંસ્કૃતિના એક સાધુ તરીકે, એક સાધક તરીકે તમામ શિવભક્તોને તમામ ભારતીય સંસ્કૃતિના સનાતન ધર્મના સાધકો અને દરેક ભક્તજનની અંત:કરણ પૂર્વક હૃદયથી ક્ષમા માગું છું. માફી માંગુ છું.
તેમને વધુમાં જણાવ્યું કે, આ મામલે પ્રબોધ સ્વામીએ મને ખૂબ જ કડક શબ્દમાં સૂચના આપી છે. શિબીર દરમિયાન મને મૌન પણ આપ્યું છે અને ત્યાર પછી સાત દિવસનો ઉપવાસ પણ આપ્યો છે. અને હું તમામ લોકોની ફરી એક વખત માફી માંગુ છું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment