મોટા સમાચાર : આ દિગ્ગજ ખેલાડીઓ આઇપીએલ 2022 માં નહી રમે,ગેલ-સ્ટાર્ક જેવા દીગ્ગ્જ ખેલાડીઓ ઓક્શનમાંથી બહાર

Published on: 11:56 am, Sun, 23 January 22

IPL 2022 માટે મેગા ઓક્શન માં વિશ્વભરના કુલ 1,214 ખેલાડીઓએ IPL હરાજીમાં ભાગ લેવા માટે નોંધણી કરાવી છે, પરંતુ બેન સ્ટોક્સ, ક્રિસ ગેલ, મિચેલ સ્ટાર્ક અને જોફ્રા આર્ચરનું નામ આમાં સામેલ નથી. આ તમામ દિગ્ગજ ખેલાડીઓ IPL 2022માં નહીં રમે.

તે જ સમયે, ગેલના IPLમાં રમવાની શક્યતાઓ ઘણી ઓછી છે. તેણે છેલ્લી સિઝનમાં પણ ઘણી ઓછી મેચો રમી હતી.IPL 2022 મેગા ઓક્શનમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી હતી. અત્યાર સુધીમાં 19 દેશોના 1,214 ખેલાડીઓએ આ મેગા ઓક્શનનો ભાગ બનવા માટે રસ દાખવ્યો છે.

જેમાં ભારતના 896 અને વિદેશના 318 ખેલાડીઓ સામેલ છે. આ મેગા ઓક્શનની અંતિમ યાદી નથી. અત્યારે ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને માત્ર પસંદગીના ખેલાડીઓને જ અંતિમ યાદીમાં સામેલ કરવામાં આવશે.

મેગા ઓક્શનની પ્રથમ યાદીમાં સામેલ 1,214 ખેલાડીઓમાંથી 270 ખેલાડીઓ એવા છે કે જેમણે પોતાના દેશ માટે ઓછામાં ઓછી એક મેચ રમી છે. તે જ સમયે, 903 એવા ખેલાડીઓ છે જેમણે પોતાના દેશ માટે કોઈ મેચ રમી નથી. આમાં 41 ખેલાડીઓ એવા દેશોના પણ છે

જ્યાં ટીમને ટેસ્ટ ક્રિકેટ રમવાની મંજૂરી નથી. આ ટીમો માત્ર T20 અથવા ODI મેચ જ રમે છે. આ વખતે મેગા ઓક્શનમાં 10 ટીમો ભાગ લેશે. લખનૌ અને અમદાવાદ આ સિઝનથી આઈપીએલમાં જોડાઈ રહેલી બે નવી ટીમો છે.

IPLની એક ટીમ વધુમાં વધુ 25 અને ઓછામાં ઓછા 18 ખેલાડીઓ ઉમેરી શકે છે. આ અર્થમાં, તમામ 10 ટીમો મળીને વધુમાં વધુ 250 ખેલાડીઓ ખરીદી શકે છે.

જેમાંથી 33 ખેલાડીઓને પહેલાથી જ રિટેન કરવામાં આવ્યા છે. મતલબ કે મેગા ઓક્શનમાં વધુમાં વધુ 217 ખેલાડીઓને ખરીદી શકાશે. આમાં સૌથી વધુ વિદેશી ખેલાડીઓની સંખ્યા 70 છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મોટા સમાચાર : આ દિગ્ગજ ખેલાડીઓ આઇપીએલ 2022 માં નહી રમે,ગેલ-સ્ટાર્ક જેવા દીગ્ગ્જ ખેલાડીઓ ઓક્શનમાંથી બહાર"

Leave a comment

Your email address will not be published.


*