ભાવનગરના આ બે યુવાનો સાયકલ લઈને અયોધ્યા જવા માટે નીકળ્યા, 1800 કિલોમીટરનું અંતર કાપીને બંને રામલલ્લાના દર્શન કરશે…

હાલમાં તો દેશના તમામ હિન્દુ લોકો 22 જાન્યુઆરીની રાહ જોઈને બેઠેલા છે. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો દૂર દૂરથી રામ મંદિર આવવા માટે રવાના થઈ ગયા છે. ઘણા લોકો ચાલીને, ઘણા લોકો દોડીને અથવા તો ઘણા લોકો સ્કેટિંગ કરીને રામ મંદિર જઈ રહ્યા છે.

ત્યારે આજે અમે તમને ભાવનગર જિલ્લાના બે યુવાનોની વાત કરવાના છીએ. જેઓ સાયકલ લઈને અયોધ્યા જવા માટે રવાના થઈ ગયા છે. બંને યુવાનોએ પ્રભુ શ્રીરામના આશીર્વાદ લેવાની અનોખી રીત અપનાવી છે. બંને યુવાનોએ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરીને પોતાની યાત્રા શરૂ કરી હતી.

વાત કરીએ તો ભાવનગરમાં રહેતા જયદીપ આહીર અને તરુણ આહીર નામના બે યુવાનો સાત જાન્યુઆરીના રોજ દ્વારકાધીશના દર્શન કર્યા હતા અને પછી બંને સાયકલ લઈને અયોધ્યા જવા માટે રવાના થયા હતા.

મિત્રો તમને જણાવી દઈએ કે બંને યુવાનો 1800 કિલોમીટરનું અંતર કાપીને અયોધ્યા પહોંચશે. જ્યારે બંને યુવાનો સાયકલ લઈને અયોધ્યા જવા માટે નીકળ્યા ત્યારે તેમના પરિવારજનોને આસપાસના લોકોમાં એક અલગ જ ખુશીનો માહોલ હતો.

બંને યુવાનોના વિડીયો અને કેટલાક ફોટા પણ હાલમાં સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. રામ ભક્તો આ બંને યુવાનોની ભક્તિ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*