આપણો ભારત દેશ અલગ અલગ જુગાડ કરવામાં પાછું પડતું નથી, ત્યારે કોઈ પણ અઘરું કામને સરળ બનાવવા માટે કંઈક ને કંઈક રીતે કોઠાસૂઝથી લોકો કામને સરળ બનાવવા અવનવા પ્રયાસો પણ કરતા હોય છે. જેને લોકો જુગાડ કહે છે.
તો ચાલો આજે આપણે એક એવા જ જુગાડ વિશે વાત કરીશું જેના મદદ વડે ઘર બેઠા ઘઉં નો લોટ પણ મેળવી શકાય સાથે સાથે કસરત પણ થઈ જશે. આ કોઈ મામુલી જુગાડ નથી પરંતુ આ જુગાડ એક યંત્રને લઈને છે. જેની મદદ વડે માત્ર સાયકલ ચલાવીને તાજો લોટ મેળવી શકાય છે અને સાઇકલ નો ઉપયોગ યંત્ર માટે કરવામાં આવે છે.
જાણવા મળ્યા અનુસાર સાયકલના આગળના ભાગમાં ઘઉં નાખવા માટે એક પાત્રની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. અને તેમાં ઘઉં નાખવામાં આવે છે. આ યંત્ર બિલકુલ સાયકલ જેવું જ લાગે છે. સાયકલમાં નીચેના ભાગમાં એક રીંગ હોય છે જેની સાથે એક પટ્ટો જોડવામાં આવ્યો હોય છે.
સૌથી પહેલા ઘઉંના પાત્ર સાથે પણ જોડવામાં આવ્યું હોય છે જેમ જેમ પેન્ડલ મારશો તેમ તેમ આ પટ્ટાની મદદથી પેલી રિંગ ફરશે અને તેમાં રહેલા ઘઉં દળાવવા લાગશે. આ યંત્ર માત્ર તમને શુદ્ધ લોટ તો આપે છે સાથે સાથે કસરત માટે પણ મદદરૂપ થઈ શકે છે.
ખાસ કરીને આ યંત્ર મહિલાઓ માટે વધુ ઉપયોગી નીવડે છે. કારણ કે તેઓને ઘરની બહાર ન જવું હોય તો તેઓ આવો જુગાડ કરી પોતાના ઘરકામની સાથે સાત કસરત પણ કરી શકે છે. આ યંત્ર બે રીતે મદદરૂપ થઈ શકે છે ત્યારે આ યંત્રનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ જ વાયરલ થયો છે.
ग़ज़ब का आविष्कार. काम भी और कसरत भी. कॉमेंट्री भी शानदार.
VC: SM pic.twitter.com/Lg3HBCabzo— Awanish Sharan (@AwanishSharan) August 29, 2020
ઘણા લોકોએ પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી સાથે આ લોકોએ વીડિયોને પસંદ પણ એટલો જ કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધી લગભગ સાત લાખ 30 હજાર જેટલા લોકો જોઈ પણ ચૂક્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment