ગુજરાતના સોનુ સુદ તરીકે જાણીતા થયેલા એ ખજૂર ભાઈએ આજે સૌ કોઈના દિલમાં પોતાનું સ્થાન બનાવી દીધું છે. તેઓ ખૂબ જ દયાળુ છે અને જરૂરિયાત મંદ વ્યક્તિઓની મદદ કરીને આજે સમાજ સામે ઉત્તમ ઉદાહરણો પૂરા પાડી રહ્યા છે. જેના દિલગીરી અને સહાય આપતા કાર્ય જોઈ તમે પણ ભાવ થઈને રડી પડશો. ખજૂર ભાઈ જરૂરિયાત મંદ વ્યક્તિઓની મુલાકાત લઈને તેમની બધી જ આર્થિક પરિસ્થિતિ સાંભળીને તેનો નિકાલ લાવે છે અને નાનકડી સેવા કરી માનવતા મહેકાવી રહ્યા છે.
ગત વર્ષે આવેલા એ વાવાઝોડામાં ઘણા લોકોના ઘર બે ઘર બન્યા હતા. ત્યારે ખજૂર ભાઈએ એવા ગામોની મુલાકાત લઈને એવા લોકોને નવા ઘર બનાવી આપી નવો આશરો આપ્યો હતો.તેથી જ તો આજે ખજૂર ભાઈ ગુજરાતના મસીહા તરીકે જાણીતા થયા છે. કોઈપણ પ્રકારની રાહ જોયા વગર ખજૂર ભાઈ ગરીબ લોકોની મદદ કરવા માટે દોડી જાય છે.
તેમણે અત્યાર સુધી રાજ્યની અંદર 200 થી પણ વધારે મકાનો બનાવીને લોકોને રહેવા માટે આશરો પૂરો પાડ્યો છે. ઘણા લોકોને તો ખાવા પીવાના પણ ફાફા પડતા હોય છે ત્યારે એવા લોકોની મુલાકાત લઈને ખજૂર ભાઈ તેમને રહેવા માટે એક નવો મકાન બનાવી આપે છે અને ઘરવખરીનો એક વર્ષ ચાલે તેટલો સામાન પૂરો પાડે છે. આજે ગુજરાતના ખૂણે ખૂણે ફરીને ખજૂર ભાઈ સેવા આપી રહ્યા છે ત્યારે તેનાથી વિશેષ બીજું કંઈ ન હોઈ શકે.
હાલ તો સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થતો નજરે પડે છે જેમાં બે ભાઈઓ ગાડીમાંથી ઉતરીને ₹2,000 ખિસ્સામાંથી કાઢી એક ખજૂર ભાઈને હાથમાં આપ્યા હતા,ત્યારે ખજૂર ભાઈએ પૂછ્યું હતું ત્યારે તેમણે કહ્યું કે આ અમારા તરફથી ખૂબ જ નાની ભેટ છે. તમે ખૂબ જ સારા કામમાં વાપરો તેવી શુભેચ્છાઓ એ બંને ભાઈઓ આપી. ખજુરભાઈની સેવાઓ જોઈને સૌ કોઈ લોકો ખુશ થઈ જાય છે.
વાત જાણે એમ હતી કે ગયા વર્ષે વાવાઝોડા માં જંગલની અંદર માલધારીઓ રહેતા હતા. તેમનો બધો જ ઘાસચારો બગડી ગયો હતો ત્યારે ખજૂરભાઈ તેમની મદદથી આવ્યા હતા. એવામાં આ બંને ભાઈઓ તેમને જોયા ત્યારથી જ એ બંને ભાઈઓ ખજૂર ભાઈને ખૂબ જ પસંદ કરી છે. આ વિડીયો RANGILU GUJARAT નામની YOUTUBE ચેનલમાં મૂકવામાં આવ્યો છે. નિતીન જાની ઉર્ફે ખજૂર ભાઈ આજે સૌ કોઈના મુખે ચર્ચા રહ્યા છે.
તેનું એકમાત્ર કારણ છે તેઓની મદદ કરવાની ભાવના! મદદ કરવાની ભાવના સૌ કોઈમાં હોતી નથી પરંતુ આજના સમયમાં પણ તેઓ અન્ય લોકો વિશે વિચારે છે. એ જ મહત્વનું છે આજે ખજૂર ભાઈને કેટલાય વૃદ્ધનાં આશીર્વાદ મળી ચૂક્યા છે,તો કેટલાય લોકોનો પ્રેમ. આજ કારણ છે કે તેઓ હંમેશાં લોકોની મદદ માટે તત્પર રહ્યા છે અને જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ કરવા માટે દોડી જાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment