અમદાવાદમાં આ લોકોને રાત્રી કર્ફ્યુ દરમિયાન મળી ખાસ છૂટ, વાહ સાહેબ…!

Published on: 5:10 pm, Mon, 26 April 21

એક તરફ અમદાવાદમાં કોરોના થી થતાં મોતનો ખેલ જામ્યો છે તો બીજી તરફ આજથી અમદાવાદમાં આઇપીએલ મેચ રમવાની મંજૂરી અપાતા સરકારની બેધારી નીતિ સામે સવાલ ઊભા થયા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના નો કહેર વર્તી રહ્યો છે.

દરરોજ નોંધાઈ રહેલા નવા કેસ અને મૃત્યુનો આંક ચિંતાજનક સ્તરે છે.ત્યારે આ કોરોના સંક્રમણ વચ્ચે આજથી અમદાવાદમાં IPL મેચ યોજવા જઈ રહી છે.મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ અને કલકત્તા ની ટીમ વચ્ચે આજરોજ મેચ રમાશે.

તમામ મનોરંજન પર પ્રતિબંધ હોવા છતાં ક્રિકેટને મંજૂરી આપવામાં આવતા સરકારના વલણ ને લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. રાજ્યમાં કોરોના કેસમાં ઉછાળો નોંધાતા અમદાવાદમાં રાત્રે 8 વાગ્યાથી રાત્રી કરફ્યુ ની જાહેરાત કરવામાં આવી છે.

બંને ટીમના સ્ટાફ અને બ્રોડકાસ્ટને ખાસ મંજૂરી આપવામાં આવી છે. કરફયુ હોવા છતાં 500 થી વધુ સભ્યો નો કાફલો આવન-જાવન કરી શકશે.સાથે જ બંને ટીમના સભ્યોને પણ આવવા જવાની ખાસ મંજૂરી આપવામાં આવશે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પ્રથમ વખત 14296 નવા કેસ સામે આવ્યા છે.જયારે આ દરમિયાન 157 લોકોના મોત નિપજયા છે. તેની સાથે કોરોના નો મૃત્યુ આક 6328 પર પહોંચી ગયો છે.

આ દરમિયાન ગઈ કાલે કોરોના ની સારવાર દરમિયાન 6727 લોકો સાજા થયા હતા. જેના લીધે કોરોના ને સાજા થવાનો આંકડો 3,74,699 સુધી પહોંચી ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદમાં આ લોકોને રાત્રી કર્ફ્યુ દરમિયાન મળી ખાસ છૂટ, વાહ સાહેબ…!"

Leave a comment

Your email address will not be published.


*