કાચા માલની વધતી કિંમતો અને સપ્લાય ચેઇન ના કારણે સતત વધતા ખર્ચે વ્યાપારના નફાને પ્રભાવિત કર્યો છે. જથ્થાબંધ ફુગાવો પણ વધી રહ્યો છે.નિષ્ણાતો નું અનુમાન છે કે હાલ તેનાથી કોઇ રાહત દેખાય નથી.
આ સંબંધમાં જાહેર રિપોર્ટમાં કહેવાયું છે કે આવતા વર્ષની શરૂઆતમાં કપડાથી લઇને ઇલેક્ટ્રોનિક સામાન સુધીના ભાવમાં 8 થી 10 ટકાનો ભાવ વધારો થઇ શકે છે.
ખર્ચ માં વધારો થવાથી રોજ-બરોજના સામાન ને લઈને અન્ય જરૂરી વસ્તુઓ નું નિર્માણ કરનાર કંપનીઓનો નફો ઓછો થઈ રહ્યો છે. એવામાં કંપનીઓ પોતાના આ ખર્ચને ઓછું કરવાનું કામ કરી રહી છે.
અને તેની ભરપાઈ માટે ગ્રાહકોને ઝાટકો આપવાની તૈયારીમાં છે.એક રિપોર્ટ અનુસાર કંપનીઓ દ્વારા આવનારા વર્ષની શરૂઆતમાં કપડા ઇલેક્ટ્રોનિક્સ, દારૂ અને ઇલેક્ટ્રોનિક્સ જેવી વસ્તુઓની કિંમતમાં 8 ટકાથી વધારીને લઈને 10% સુધીની વૃદ્ધિ કરવામાં આવી શકે છે. તેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડવાની છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment