સુરતના આ મહાનુભવોને શ્રી રામ મંદિરની આમંત્રણ પત્રિકા મળી… જાણો કોનું કોનું નામ સામેલ છે આ લિસ્ટમાં…

આવનારી 22 તારીખે અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવવાનો છે. તમામ હિન્દુ લોકો હવે તો 22 તારીખની રાહ જોઈને બેઠા છે. શ્રી રામ મંદિર બની રહ્યું છે જેના કારણે લોકોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ત્યારે 22 તારીખે યોજાયેલા કાર્યક્રમમાં કેટલા લોકોને કોણ પર હાજર રહેશે. તેના નામ નક્કી કરી દેવામાં આવ્યા છે. તેમને આમંત્રણ પત્રિકા પણ પાઠવવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત રાજ્યમાંથી 90 થી 100 લોકોને આમંત્રણ મળ્યું છે.

જેમાંથી સુરતના 13 લોકોને આમંત્રણ પત્રિકા મળી છે. મિત્રો તમને જણાવી દઈએ કે, આમંત્રણ આપવા માટેની પ્રક્રિયા રાષ્ટ્રીય સ્વયં સંઘ દ્વારા બે ત્રણ દિવસથી શરૂ થઈ ગઈ છે. બાકીના અઠવાડિયા સુધીમાં તમામ લોકોને આમંત્રણ પત્રિકા મળી જશે.

સુરતની વાત કરીએ તો SRK ગ્રુપના માલિક ગોવિંદભાઈ ધોળકિયા, HRK ગ્રુપના માલિક સવજીભાઈ ધોળકિયા, સંજયભાઈ સરાઉગી – લક્ષ્મીપતિ ગ્રુપ, પ્રમોદભાઈ ચૌધરી – પ્રતિભા ગ્રુપ, દ્વારકાદાસ મારુ – ટેક્સટાઇલ વેપારી, લવજીભાઈ બાદશાહ – ઉદ્યોગપતિ, ઘનશ્યામભાઈ શંકર – શિવમ જેમ્સ, સી પી વાનાણી – વિશ્વ હિન્દુ પરિષદ, વિનોદભાઈ અગ્રવાલ – શિલ્પા ડાઈંગ પ્રિન્ટિંગ મીલ, દિનેશભાઈ નાવડીયા – વિશ્વ હિન્દુ પરિષદ, અમરજીતભાઈ લાલજીભાઈ ધોળકિયા – SRK, રમેશચંદ્ર કબુતરવાલા – કલર ટેક્સ મીલ, જગદીશ પ્રસાદ પરિહાર – બાલાજી ટેક્સ પ્રિન્ટ. આ તમામ લોકોને આમંત્રણ પત્રિકા પાઠવવામાં આવી છે. હજુ પણ ત્રણથી ચારમાં અનુભવોને આમંત્રણ પત્રિકા આપવામાં આવે તેવી વાતો ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*