તમે લગ્નની ઘણી પરંપરાઓ જોઈ હશે. પરંતુ હાલમાં આપણે જે લગ્નની પરંપરા જાણવા જઈ રહ્યા છે એ જાણીને તમે પણ ચોંકી જશો. ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લામાં મધ્યપ્રદેશની સરહદ પાસે આવેલ ફેરકૂવા પાસે કેટલાક ગામોના આદિવાસીઓના રીતિ-રિવાજ એવા છે જે જાણીને તમે પણ ચોંકી જશો.
21મી સદી ચાલી રહી છે પરંતુ પરંતુ આદિવાસીઓએ પોતાની પ્રાચીન પરંપરા જાળવી રાખી છે. ફેરકુવાની આસપાસ એવા ત્રણ ગામ છે જ્યાં લગ્નમાં વરરાજો જાન લઈને જતો નથી કે, ત્યાં આવતી જાનમાં વરરાજો આવતો નથી. અને લગ્નમાં જ્યારે ફેરા ફરવાનો વારો આવે ત્યારે વરરાજાની જગ્યાએ વરરાજાની બહેન કન્યા સાથે ફેરા ફરે છે.
મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા અંબાલા, સુરખેડા અને સનાડા ગામમાં આ રીત રિવાજો ચાલી રહ્યા છે. આ રિવાજ પાછળ કેટલીક રસપ્રદ વાતો છે. અહીં એક નાના પર્વત ઉપર ભરમાદેવ નામક દેવતા બિરાજમાન છે. જ્યારે તળેટીમાં ખુનપાવા નામના બીજા એક દેવતાનું સ્થાનક છે.
ભરમાદેવ આ ત્રણેય ગામના ગામદેવતા છે. ભરમાદેવ દેવ પોતે કુવારા હોવાના કારણથી આ ત્રણેય ગામમાં કોઈ પણ યુવાન જાન લઈને આવે અથવા તો ગામનો કોઇ યુવાન જાન લઈને જાય તો ભરમાદેવનો પ્રકોપ ઉતરે છે. મળતી માહિતી મુજબ આ કારણોસર, ગામમાં આવતી જાનમાં રાજાની બહેન મંગલ ફેરા ફરવા માટે આવે છે.
અને બહેન જ ભાઈની જાન લઈને જાય છે. આ ત્રણ ગામમાં આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. મળતી માહિતી અનુસાર થોડાક વર્ષો પહેલા ગામના ત્રણ યુવકોએ આ પરંપરા બદલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્રણેય યુવકોના થોડાક સમયમાં જ કોઇ કારણોસર મૃત્યુ થઈ ગયા હતા.
મળતી માહિતી અનુસાર આ ત્રણેય ગામમાં કોઈ પણ લગ્ન થાય તેમાં જ્યારે અગ્નિને સાક્ષી માન રાખીને કન્યા સાથે ફેરા ફરવાનો વારો આવે, ત્યારે વર કન્યા સાથે ફેરા ફરતો નથી પરંતુ વર્ષની બહેન કન્યા સાથે ફેરા ફરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment