એક જ પરિવારના બે પક્ષો વચ્ચે માથાકૂટ થતા, 15 મિનિટ સુધી બંને પક્ષોએ એકબીજા પર કર્યો લાકડીનો પ્રહાર…જુઓ વિડિયો…

78

મધ્યપ્રદેશના માથાકૂટની એક ઘટનાનો વીડિયો સામે આવ્યો. મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના રાય સેનામાં નાના મુદ્દા પર બે પક્ષો વચ્ચે ભારે માથાકૂટ થઇ ગઇ હતી. મળતી માહિતી અનુસાર એક જ પરિવારના બે પક્ષોએ એકબીજા પર લાકડી વડે પ્રહાર કર્યા હતા.

આ સમગ્ર ઘટનામાં મહિલાઓને અને વડીલો પર પણ લાકડીઓથી પ્રહાર કરવામાં આવ્યા હતા. મહિલાઓ અને વડીલો મોટે મોટેથી બૂમો પાડી રહ્યા હતા. મળતી માહિતી મુજબ આ સમગ્ર માથાકૂટ ખેતરના તટ પર તારની વાડને લઈને થઈ હતી.

આ સમગ્ર માથાકૂટમાં બંને પક્ષના લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ સમગ્ર ઘટનાને લઇને બંને પક્ષ દ્વારા પોલીસ સ્ટેશનમાં એકબીજાને વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ સમગ્ર માથાકૂટ નો વીડિયો પણ સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ આ ઘટના દેવરી બ્લોકના રીચાવર ગામમાં બની હતી. મળતી માહિતી મુજબ ગામના એક જ પરિવારના ભગવાનસિંહ, કમલસિંહ, શંકરસિંહ અને ઘનશ્યામભાઈ વચ્ચે ખેતરની રીજ પર તારની વાડ હટાવવાને લઈને બંને પક્ષો વચ્ચે વિવાદ થયા હતા.

આ બંને પક્ષો વચ્ચે વિવાદ એટલા વધી ગયા કે બંને પક્ષો એકબીજા પર લાકડી વડે પ્રહાર કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇને કમલસિંહ ના રિપોર્ટ પર શંકરસિંહ અને ભગવાનસિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત શંકરસિંહના રિપોર્ટ પર કમલસિંહ, ઘનશ્યામભાઈ અને રાહુલ પર કેસ નોંધવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઘટનામાં બંને પક્ષના લોકોને નાની-મોટી ઇજા પહોંચી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બંને પક્ષો એકબીજા પર જોયા વગર લાકડીથી પ્રહાર કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!