સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત તો સોશિયલ મીડિયા પર આપણે જીવનમાં ક્યારેય ન જોયા હોય તેવા વીડિયો વાયરલ થતા હોય છે. તમે સોશિયલ મીડિયા પર જંગલી પ્રાણીઓની લડાઈ ના ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. હાલમાં સોશિયલ મીડિયા પર દીપડા અને સિંહણ વચ્ચે થયેલી જોરદાર લડાઈનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ઝાડ પાસે સિંહણ અને દીપડો આમને સામને આવી ગયા હતા અને ત્યારબાદ કંઈક એવું બન્યું કે વિડિયો જોઈને ચોકી ઉઠશો. મિત્રો તમે જણાવી દઈએ કે બિલાડીની પ્રજાતિમાં દીપડાને શ્રેષ્ઠ શિકારી માનવામાં આવે છે. દીપડો ખૂબ જ શક્તિશાળી જાનવર છે અને તે ખૂબ જ ઝડપમાં દોડી શકે છે.
મિત્રો દીપડો આંખના પલકારામાં અન્ય પ્રાણીઓ ઉપર પ્રહાર કરીને તેનો શિકાર કરતો હોય છે. તો જંગલમાં અમુક એવા પણ પ્રાણીઓ છે જેની સામે દીપડાને પીછે હટ કરવી પડે છે. ત્યારે તેઓ જ એક વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં દીપડાને જંગલની રાણી સિંહણ સામે ડરીને ભાગો પડ્યું હતું.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક દીપડો અને એક સિંહણ આમને સામને આવી જાય છે. ત્યારબાદ બંને એકબીજા ઉપર જોરદાર પ્રહાર કરે છે. પહેલા તો દીપડો પોતાના પુરા જોશમાં સિંહણ સાથે લડે છે પછી તેને લાગે છે કે તે હવે જીતી નહીં શકે. જેથી દીપડો ત્યાંથી ભાગવાનો પ્રયાસ શરૂ કરી દે છે.
સિંહણથી બચવા દિપડો ઝાડ પર ચડવાનો પ્રયાસ કરે છે. પરંતુ સિંહણ દીપડાને પકડીને નીચે પાડે છે. થોડીક વાર બાદ દીપડો ફરીથી ઝાડ પર ચડવાનો પ્રયાસ કરે છે અને આ વખતે તે સફળ રહે છે. પછી દીપડો ઝાડની ખૂબ જ ઊંચાઈ પર ચડી જાય છે.
View this post on Instagram
જેના કારણે દીપડાનો જીવ બચી ગયો હતો. હાલમાં વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર wildtralis.in નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment