કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પુરી યાદી બહાર પાડવામાં આવી નથી એ પહેલા જ કાર્યકર્તાઓ અને દાવેદારોને આંતરિક અસંતોષ બહાર આવવા લાગ્યો છે.સુરત શહેરમાં પાટીદાર નો ગઢ ગણાતો વોર્ડ નંબર 17 માં પાર્ટીએ.
સિટિંગ કોર્પોરેટર ધીરુ લાઠીયા ને રીપીટ કરાયા કાર્યકર્તાઓમાં રોષ ફાટી નીકળ્યો છે.વોર્ડ નંબર 17 માટે દાવેદારી કરનાર મોટાભાગના નેતાઓ કોંગ્રેસ કાર્યાલય પર પહોચ્યાં અને ધીરુ ભાઈ ને અપાયેલી ટિકિટનો ખુલીને વિરોધ કર્યો હતો.
કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉમેદવાર સામે ગંભીર આરોપ લગાવ્યા અને સાથે પક્ષ સામે પણ ચિમકી ઉચ્ચારી છે.રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય પર ટિકિટ ન મળતા વોર્ડ નંબર 1 ના હર્ષા બા જાડેજા પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા.
અને બંધ બારણે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર સામે બેઠક કરી નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને નારાજ હર્ષાબા જાડેજા કહેવું છે કે.
તેઓ પાર્ટી નો કોઈ કાર્યક્રમ ચૂક્યા નથી, પોતાના વોર્ડમાં કામમાં કોઈ કચાશ રાખી નથી, તેમ છતાં તેની અવગણના કરીને અન્ય ને ટિકિટ આપી દેવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment