વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા અબડાસામાં નીતિન પટેલની સભા પહેલા થયો મોટો વિરોધ.

Published on: 10:48 am, Thu, 29 October 20

ભાજપ દ્વારા હાલ પેટા ચૂંટણીના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. પક્ષ પલટા નીતિના કારણે ભાજપને અનેક વિસ્તારોમાં જાકારો મળી રહ્યો છે. લોકો ભાજપનો ખુલીને વિરોધ કરી રહ્યા છે અને આવામાં ભાજપ દ્વારા ચૂંટણી જીતવા માટે સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપના અલગ-અલગ દિગ્ગજ નેતાઓ અલગ અલગ બેઠકો પર સભા યોજીને ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે. આ ભાજપ માટે ખરાબ સમાચાર છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ની કચ્છમાં જ્યાં સભા થવાની છે ત્યાં ભાજપ સરકાર વિરુદ્ધ બેનર લાગતાં ચકચાર મચી ગયો છઅબડાસામાં પેટા ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી સોશિયલ મીડિયા અને અન્ય રીતે ભાજપના ઉમેદવારોનો અનેક રીતે વિરોધ થઈ રહ્યો છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિથોણ નજીક સભા કરવાના છે ત્યારે તેના વિરોધમાં બેનર લાગવામાં આવ્યા છે. પક્ષ પલટુ પ્રદ્યુમનસિંહ પ્રજાહિત કે સ્વહિત માટે ગયા છે.

આવા સવાલો સાથે અનેક જગ્યાએ ભાજપ સરકાર વિરુદ્ધ જાગૃત નાગરિક તરીકે નામ આપીને બેનર લગાવવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!