આ રાજ્યમાં ભાજપ ના ટેન્શન માં થયો મોટો વધારો, પ્રદેશ પ્રમુખ અને ભાજપના આ દિગ્ગજ નેતા વચ્ચે…

Published on: 3:29 pm, Sat, 9 January 21

રાજસ્થાન ભાજપમાં હાલમાં બધું બરાબર ચાલી રહ્યું નથી અને હવે પાર્ટીની અંદર જ ખુલીને જૂથવાદ સામે આવી રહ્યો છે. રાજ્યમાં ભાજપના અધ્યક્ષ સતીશ પુણ્યા એ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.આ મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર પ્રદેશ કાર્યકારિણી.

અને જિલ્લા કાર્યકારિણી યાદી વાઇરલ થવા લાગી છે. આ મુદ્દે સતીષ પુણ્યાએ જણાવ્યું કે પાર્ટીમાં આવી કોઈ પરંપરા નથી રહી કે સમર્થક પોતાની ટીમ જાહેર કરે.વસુંધરાના સમર્થકોએ પોતાની ટીમ બનાવી લીધી અને આ મામલે કેન્દ્રીય નેતૃત્વ ની ટીમને ખબર છે.

સતીષ પુન્યાએ કહ્યું કે, વસુંધરાના સમર્થકો તરફથી જારી કરવામાં આવેલી યાદીમાં સંગઠનના લોકો નથી.આ યાદીમાં એવા નામો છે જેને કોઈ ઓળખતું નથી અને જો કે કેટલાક પૂર્વ ધારાસભ્ય પણ આ યાદીમાં સામેલ છે.

પુનીયાએ કહ્યુ કે આવી યાદીમાંથી સંગઠનમાં કોઇ ફરક પડવાનો નથી જ્યારે વસુંધરા રાજેના સમર્થક રાજસ્થાન મંચ નો દાવો છે કે આ યાદી જાહેર થવાથી ભાજપને મોટો ફાયદો થવાનો છે. રાજસ્થાન પ્રદેશ અધ્યક્ષ એ કહ્યું કે તેના દ્વારા વસુંધરા સરકારના કામકાજ ને જનતા સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.

સતીષ પુનીયાની સાથે ગુલાબચંદ કટારિયા પણ જે પી નડ્ડા સાથે મળવા પહોંચ્યા હતા.આ રાજ્યમાં ભાજપ ના ટેન્શન માં થયો મોટો વધારો, પ્રદેશ પ્રમુખ અને ભાજપના આ દિગ્ગજ નેતા વચ્ચે અને આ મામલે કેન્દ્રીય નેતૃત્વ ની ટીમને ખબર છે.

ઉપનેતા પ્રતિ પક્ષ રાજેન્દ્ર રાઠોર પણ દિલ્હી પહોંચ્યા હતા.એવું માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય નેતૃત્વ ના નિર્ણય થી વસુંધરાના સમર્થકોમાં પણ રોષ છે. એટલા માટે મુલાકાત બાદ તરત યાદી સોશિયલ મીડિયા પર ફરવા લાગી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!