સામાન્ય જનતા મોંઘવારીનો માર સહન કરી રહી છે ત્યારે નવરાત્રીના પાવન તહેવાર પહેલા સામાન્ય જનતા માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. સીંગતેલ અને કપાસિયા તેલ ની કિંમત માં મોટો ઘટાડો થયો છે. છેલ્લા ઘણા સમયથી તેલની કિંમતમાં વધારો નોંધાયો હતો.
એક વખત એવો પણ આવ્યો હતો કે કપાસિયા તેલ કરતાં સીંગતેલના ડબ્બા ની કિંમત થોડી ઓછી હતી.ઉલ્લેખનીય છે કે, ખાદ્યતેલમાં ચાલુ વર્ષે કિંમતોમાં સતત ઊથલપાથલ જોવા મળી હતી.આ વર્ષના મધ્યથી ભાવ માં ઘણો વધારો થઈ રહ્યો હતો.
હવે નવરાત્રિ અને દિવાળી નો તહેવાર આવી રહ્યો છે ત્યારે ગૃહિણીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે.ખાધ તેલના ભાવમાં ઘટાડો થતા હવે ગૃહિણીઓનું બજેટ ખોરવાશે નહીં.સીંગતેલમાં છેલ્લા ચાર દિવસમાં રૂપિયા 50 નો અને કપાસિયા તેલમાં 15 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.સીંગતેલના 15 કિલો ડબ્બા ની કિંમત 2480 થી 2530 થઈ છે જ્યારે કપાસિયા તેલ ની કિંમત 2385 થી 2435 રૂપિયા થયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment