ગુજરાતના મસિહા કહેવાતા ખજૂર ભાઈને તો તમે ઓળખતા જ હશો કે જે આજે કોમેડી મેન તરીકે પણ જાણીતા થયા છે ત્યારે આજે તેઓ તેની સાથે સાથે ઘણા એવા જરૂરિયાતમંદ લોકોને મદદ કરીને માનવતા મહેકાવી રહ્યા છે. આજે તેઓએ સૌ કોઇના દિલમાં પોતાનું અનોખું સ્થાન બનાવી દીધું છે. એવામાં અત્યાર સુધી ઘણા લોકોને મદદ કરી રહ્યા છે અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
ત્યારે એવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે જેમાં એક વૃદ્ધ માજીની મદદે દોડી ગયા છે. આ વૃદ્ધ માજી વિશે વિસ્તૃતમાં વાત કરીશું તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના એવા સલતાનપર ગામમાં રહેતા એ માજી કે જે હાલ ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. તેમની આગળ-પાછળ કોઈ ન હોવાથી ખૂબ જ પરેશાન છે.
તેવામાં આ માજી વિશે ખજૂર ભાઈને જાણ થતાની સાથે જ તેઓ ભાવનગર જિલ્લાના આ ગામની મુલાકાતે આવી પહોંચ્યા અને એ માજીની મુલાકાત લીધી. આ વૃદ્ધ માજીનાં દિકરાનું અને તેમની વહુ નું મૃત્યુ થઈ ગયું છે. હાલ તો તેમનો એક દીકરો છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે તેથી આ વૃદ્ધ માજીને પોતાનું ગુજરાન ચલાવવા માટે ખૂબ જ તકલીફો પડી રહી છે કારણ કે તેમના પરિવારમાં કોઈ કમાવનારું નથી.
ખજૂર ભાઈ જ્યારે આ વૃદ્ધ માજીની મુલાકાત લીધી ત્યારે તેમણે નક્કી કર્યું કે આ વૃદ્ધ માજીને એક નવું ઘર બનાવી આપશે અને એ માજી ને જે કઈ ઈચ્છા હશે તે બધી જ ખજૂરભાઈ પૂરી કરશે. એટલું જ નહીં આજ દિન સુધી તેમણે ઘણા લોકોને આવી આર્થિક મદદ કરી છે અને સમાજમાં માનવતા મહેકાવી છે, ત્યારે આજે આ માજીને નવું ઘર બનાવી આપવાનું નક્કી કર્યું.
આજે જે કોઈ લોકોને મદદ જોઈતી હોય તે બધા જ લોકોને ખજૂરભાઈ મદદ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. ખજૂર ભાઈ જ્યારે આ વૃદ્ધ માજીને નવું ઘર બનાવી આપવાનું કહ્યું ત્યારે આ વૃદ્ધ માજી ભીની આંખે રડી પડ્યા હતા ત્યારે કહીએ તો ખજૂરભાઈ દેવદૂત બનીને આવ્યા હોય. આજે તો ખજૂરભાઈ કોમેડિયનની સાથે સાથે સામાજિક સેવાઓ પણ આપી રહ્યા છે અને ખૂબ જ જાણીતા બન્યા છે.
હાલ તો છેલ્લા બે વર્ષથી ખજૂર ભાઈ એવા મોહીન ચાલુ કરી છે જે સમય સૌરાષ્ટ્રની ધરતી પર વાવાઝોડું આવ્યું હતું ત્યારે પણ તેમણે સૌરાષ્ટ્રની મુલાકાત લઈને જે પણ ઘરો પડી ગયા હતા. ત્યાં નવેસરથી ઘર પણ બનાવી આપ્યા હતા. તેઓ જરૂરિયાતમંદ લોકોની મુલાકાત લઈને તેમની મદદ કરવા માટે હંમેશાં તત્પર રહ્યા છે.
નિતીન જાની ઉર્ફે ખજૂર ભાઈ આજે સૌ કોઈ ના મુખે ચર્ચાઈ રહ્યા છે. તેનું એકમાત્ર કારણ છે તેઓને મદદ કરવાની ભાવના! મદદ કરવાની ભાવના હોતી નથી પરંતુ આ સમયમાં પણ તેઓ અન્ય લોકો વિશે વિચારે છે એ જ મહત્વનો છે. ખજૂર ભાઈ ને કેટલાય ભક્તોના પણ આશીર્વાદ મળ્યા છે તો કેટલાય લોકોનો પ્રેમ આજ કારણ છે કે તેઓ હંમેશાં લોકોની માટે તત્પર રહ્યા છે તેથી જ તેઓ આજે ગુજરાતના મસીહા તરીકે ઓળખાવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment